સંસદમાં વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે નાણામંત્રીનું નિવેદન: તમામ રાજ્યોની સંમતિથી પાંચ ટકા જીએસટીનો નિર્ણય લેવાયો
સંસદમાં વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે નાણામંત્રીનું નિવેદન
18 જુલાઇથી દહીં, લોટ સહિતની ખાદ્ય વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી અમલમાં થયું છે.
બિન ભાજપ શાસિત રાજ્યો સહિતના તમામ રાજ્યોની સહમતિ મેળવ્યા પછી જ ઘંઉના લોટ સહિતની વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું છે.
દંહી અને લોટ જેવા દૈનિક વપરાશની વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી લગાવવાના નિર્ણય સામે થઇ રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય નાણા પ્રધાને આ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બિન ભાજપ શાસિત રાજ્યો પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કેરળે પણ પાંચ ટકા જીએસટી લગાવવાની મંજૂરી આપી હતી.
સીતારમને ટ્વિટર પર જણાવ્યું હતું કે જીએસટી અગાઉ રાજ્યો ખાદ્યાન્ન પર વેચાણ કર અથવા વેટ લગાવતા હતાં. અનાજ, લોટ, દંહી અને લસ્સી પર જીએસટી લગાવવાનો ઉદ્દેશ કર ચોરી પર અંકુશ મૂકવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય જીએસટી પરિષદની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં તમામ રાજ્ય હાજર હતાં. કેન્દ્રીય નાણા પ્રધાન તરફથી આ નિવેદન સંસદના ચોમાસુ સત્રના પ્રથમ બે દિવસ કોઇ કામ ન થવાની વચ્ચે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષો સંસદમાં અનાજ, લોટ, દંહી અને લસ્સી પર પાચ જીએસટી લગાવવાનો વિરોધ કરી રહ્યાં છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!