Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

એપલ હવે મોટી સ્ક્રીન સાથે ‘એક્સટ્રીમ સ્પોર્ટસ વૉચ’ને કરશે લોન્ચ

એપલ હવે મોટી સ્ક્રીન સાથે ‘એક્સટ્રીમ સ્પોર્ટસ વૉચ’ને કરશે લોન્ચ

શરીરનું તાપમાન અને તાવ જાણી શકાશે: રનિંગ સહિતના માટે અત્યંત ઉપયોગી થશે

એપલ આ વર્ષે મોટી સ્ક્રીન સાથે એપલ વોચનું એક્સટ્રીમ સ્પોર્ટસ વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલોમાં આ અંગેની જાણકારી મળી રહી છે. ટેકક્રંચના રિપોર્ટ પ્રમાણે બ્લુમબર્ગના માર્ક ગુરમને જણાવ્યું કે આગામી એપલ વોચમાં મોટી બેટરી અને રગ્ડ મેડલ કેસિંગ સાથે ટેક્નોલોજી દિગ્ગજની અત્યાર સુધીની સૌથી મોટી સ્માર્ટવોચ ડિસ્પ્લે થવાની શક્યતા છે.

એક્સટ્રીમ સ્પોર્ટસ મોડલમાં સૌથી મોટી વર્તમાન એપલ વોચની તુલનામાં લગભગ 7% વધુ સ્ક્રીન મોટી હશે. ડિસ્પ્લેનું રિઝોલ્યુશન પણ અંદાજે 410 પીક્સલ બાય 502 પીક્સલ હશે.

ગુરમને અનુમાન લગાવ્યું કે મોટી સ્ક્રીનનો ઉપયોગ ફિટનેસ મેટ્રિક્સ અથવા વોચના ફેસ પર જાણકારી પ્રદર્શિત કરવા માટે થઈ શકે છે. આ ઉપરાંત એક્સટ્રીમ સ્પોર્ટસ વોચ એલ્યુમિનીયમની તુલનામાં વધુ મજબૂત ધાતુનો ઉપયોગ કરવામાં આવશે જેથી તેની સ્ક્રીન ચકનાચૂર ન થઈ શકે.

એવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે કે લાંબા સમય સુધી કસરતના સમયની સાથે સાથે શ્રેષ્ઠ ટ્રેકિંગ મેટ્રિક્સને સમાયોજિત કરવા માટે વોચમાં એક મોટી બેટરી હશે જેમાં જોગીંગ દરમિયાન ઉંચાઈની ખબર મેળવી શકાશે. એપલવોચ-8ની જેમ એક્સટ્રીમ સ્પોર્ટસ મોડલને પહેરનારા વ્યક્તિના શરીરના તાપમાનથી લઈને તાવની જાણકારી મેળવી શકાશે. એપલ વોચના કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ તેની કિંમત ઘણી જ ઉંચી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!