27 જૂનના રોજ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાલ, બેન્કમાં પાંચ દિવસના અઠવાડિયાની માંગ
પેન્શન-અપડેશન અને પેન્શનના નિયમોમાં અપડેશનની જોગવાઇ, નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના શરુ કરો: બેન્ક યુનિયન અવાર-નવાર રજૂઆત બાદ કોઇ નિરાકરણ ન આવતા સોમવારે બેન્ક હડતાલ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કર્મચારીઓ જોડાશે
રાજકોટ : આગામી શનિવારથી સળંગ ત્રણ દિવસો બેન્કો બંધ રહેશે. તા. 27 જૂનના રોજ યુએફબીયુના આદેશ અનુસાર બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાશે. વિવિધ પડતર માંગણીનો હજુ સુધી ઉકેલ ન આવતા રાષ્ટ્રવ્યાપી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જુદા-જુદા નવ યુનિયનનાં બનેલા યુ.એફ.બી.યુ.ના આદેશને ધ્યાનમાં રાખી ગુજરાત બેન્ક વર્કસ યુનિયને હડતાલને ટેકો જાહેર કર્યો છે. બેન્કમાં પાંચ દિવસનું અઠવાડિયુ, તમામ શનિવાર, રવિવાર રજા સહિતની માંગણી કરવામાં આવી છે. ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીએ જણાવેલ કે તા. 27 જૂનના રોજ સોમવારે બેન્કોમાં હડતાલ રહેશે. 21મીએ સમાધાનના પ્રયાસો બાદ વાટાઘાટ નિષ્ફળ ગઇ હતી. 2015માં 10મા દ્વિ-પક્ષીય સમાધાન સમયે રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકારની મંજૂરી લઇ ઇન્ડિયન બેન્ક એસોસિયેશન દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે બેન્કોમાં રજા રાખવા સહમત થયું એ સમયે એવી પણ સહમતિ સાધવામાં આવી હતી કે, ઉપરોકત સમજૂતિના અનુભવના આધારે પાંચ દિવસના બેન્કિંગ અંગે વિચારણા કરવામાં આવશે.
આ સમજુતિને બાર વર્ષ વિતી ગયા પરંતુ આઇબીએ અને સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિસાદ મળેલ નથી. પેન્શન ‘અપડેશન અને પેન્શનના નિયમોમાં અપડેશનની જોગવાય, 1993ની સમજુતિને આધારે બેન્કોમાં તા. 1-1-1986ની તારીખ કોન્ટ્રીબ્યુટરી પેન્શનની યોજના અમલમાં આવી ત્યારબાદ 1997થી આજ દિવસ સુધી પાંચ દ્વિ-પક્ષીય કરારો થયા પરંતુ 1-1-1986થી આજ દિવસ સુધી પેન્શન અપડેશન અંગે કોઇ સકારાત્મક અભિગમ આઇબીએ કે સરકાર તરફથી અપનાવવામાં આવેલ નથી. તા. 1-1-1986માં નિવૃત્ત થયેલા બેન્કના જનરલ મેનેજરને 2022માં નિવૃત્ત થનાર કલાર્ક કે પટ્ટાવાળા જેટલું પેન્શન મળે છે જે વિસંવાદીતતા દૂર કરવા અપડેશન જરુરી છે. તા. 1-1-1986 પહેલાના કર્મચારી નિવૃત્ત થયા હોય કે તેની વિધવાને ફકત રૂ. 2100 જેવું ક્ષુલક એક્સ-ગ્રેસિયા પેમેન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત પણ જે કર્મચારીઓ નોકરીમાં રહ્યા હોય તેને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે આ યોજના બજાર આધારિત રોકાણોના વળતર પ્રમાણે પેન્શન મળવાપાત્ર છે જેને કારણે નજીવું પેન્શન યોજનામાં સમાવી લેવા.
હાલમાં બે-ત્રણ રાજ્યોએ પણ પોતાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો અમલ કરવા નિર્ણય કરેલ છે. આ ઉપરાંત કેથોલીક સિરિયન બેન્ક અને લક્ષ્મી વિલાસ બેન્ક જેને ડેવલપમેન્ટ બેન્ક ઓફ સિંગાપુરમાં ભેળવી દેવામાં આવી છે તેના કર્મચારીઓને 11મા દ્વિ-પક્ષીય સમાધાન મુજબ પગાર આપવા અને અન્ય પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવો તે માંગણી સાથે હડતાલનું આયોજન કરેલ છે. તા. 21મીના રોજ મુખ્ય સમાધાનકારે પક્ષકારો વચ્ચે સમાધાનના પ્રયાસ કરેલ પરંતુ વાટાઘાટ નિષ્ફળ જતા હડતાલ નિશ્ર્ચિત છે. નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના અમલી બનાવવા માટે માંગ કરવામાં આવી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!