Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

લોન વસૂલાત માટે બેન્કો-એજન્ટો બળજબરી ન કરી શકે: નિયમો ઘડાશે

લોન વસૂલાત માટે બેન્કો-એજન્ટો બળજબરી ન કરી શકે: નિયમો ઘડાશે

મોંઘવારીને સહન કરવી એ સમયની જરૂરિયાત: વિશ્વભરમાં ભાવો વધ્યા છે
રિઝર્વ બેન્કના ગવર્નરનો મહત્વનો નિર્દેશ : ધિરાણ વસૂલાત માટે માર્ગદર્શિકા મુજબ જ પ્રક્રિયા થવી જોઇએ : નવા કડક નિયમો તૈયાર થશે

બેન્કો અથવા નાણા સંસ્થાઓ પાસેથી લોન મેળવનારા ગ્રાહકોને વસૂલાત માટે ધાકધમકી આપીને પરેશાન કરનારા એજન્ટો સામે હવે સખ્ત નિયમો તૈયાર કરવામાં આવશે તેવો મહત્વનો નિર્દેશ રિઝર્વ બેન્કના ગર્વનરશશીકાંત દાસે આપ્યો છે.

બેન્કો કે નાણા સંસ્થાઓના એજન્ટો ધિરાણ વસૂલી માટે ગ્રાહકોને પરેશાન નહીં કરી શકે તે વારંવાર ફોન નહીં કરી શકે અથવા બળજબરીપૂર્વક નાણા ચૂકવવા દબાણ નહીં કરી શકે. આ પ્રકારનાં નક્કર નિયમો ઘડવામાં આવશે અને તેનો સખ્તાઇથી અમલ કરાવવામાં આવશે. રિઝર્વ બેન્કના ગર્વનર શશીકાંત દાસે કહ્યું કે લોનના નાણા વસૂલવા એજન્ટો ગમે ત્યારે ગ્રાહકોને ફોન કરતાં હોય છે. ખરાબ ભાષામાં વાત કરતા હોય છે અથવા ધાકધમકી પણ આપતા હોય છે.

બેન્કો પાસે લોન વસૂલાતના અધિકાર છે પરંતુ કાયદાકીય મર્યાદામાં કાર્યવાહી કરવાની હોય છે.લોન ધારકોને માનસિક પરેશાની કરી શકાતી નથી. ખાસ કરીને એજન્ટો તરફથી ફોનમાં ધાકધમકી મામલે બેન્કોએ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઇએ. લોન વસૂલાત માટે એજન્ટોને યોગ્ય દિશા નિર્દેશ પણ આપવા જોઇએ.

સુત્રોના કહેવા પ્રમાણે લોન વસૂલી માટે એજન્ટો ધાકધમકી આપતા હોવાના મામલે રિઝર્વ બેન્ક સમક્ષ ઢગલાબંધ ફરિયાદો થઇ રહી છે. આ જ કારણથી રિઝર્વ બેન્કે હવે આકરું વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. ડીજીટલ ધોરણે કે ઓનલાઇન આપતી પધ્ધતિને સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે પણ તૂર્તમાં નવા દિશાનિર્દેશ જારી કરવામાં આવશે. ઓનલાઇન લોનના નામે થતી છેતરપીંડી સામે પણ આરબીઆઈ ગર્વનરે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે લોકોમાં જાગૃતિ ઉભી થાય તે માટે વખતોવખત ગાઇડલાઇન જારી કરવામાં આવતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એપ મારફત લોન ઓફર કરતી અનેક કંપનીઓ બિનઅધિકૃત અને બોગસ છે. ઓનલાઇન એપ મારફત લોન લેનારા ગ્રાહકો પછી એજન્ટોની ધાકધમકીથી માનસિક પરેશાનીમાં આવી જાય છે. અનેક કિસ્સાઓમાં આત્મહત્યા કરતા હોવાના બનાવો પણ બન્યા છે.

રિઝર્વ બેન્કના ગર્વનરે વધતી મોંઘવારીને પણ પડકારજનક ગણાવતા કહ્યું હતું કે, ભારત જ નહીં અમેરિકા, યુરોપ સહિત દુનિયાભરના દેશોમાં મોંઘવારી વધી છે. તાત્કાલીક તેના પર કાબૂ મેળવવાનું મુશ્કેલ છે. મોંઘવારીને સહન કરવી પડે તે સમયની જરુરિયાત છે. તેને કાબૂમાં લેવા માટે પગલા લેવામાં આવ્યા જ છે અને વખતોવખત વધુ પગલા લેવામાં આવશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!