Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

1 જુલાઈથી પ્લાસ્ટીક સ્ટ્રો પર બેન: સોફટડ્રિન્ક, જયુસ, ટેટ્રોપેક ઉત્પાદકો માટે સમસ્યા

1 જુલાઈથી પ્લાસ્ટીક સ્ટ્રો પર બેન: સોફટડ્રિન્ક, જયુસ, ટેટ્રોપેક ઉત્પાદકો માટે સમસ્યા

નવી દિલ્હી: હવે તમો જો કોઈ સોફટડ્રિન્ક કે ટેટ્રાપેકમાં મળતા દૂધ-લસ્સી-જયુસ પીવા જશો તો તમોને પ્લાસ્ટીક સ્ટ્રો નહી મળે. દેશમાં તા.1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ આવી રહ્યા છે અને તેમાં સૌ પ્રથમ ટેટ્રાપેકમાં મળતા ડ્રિન્કના ઉત્પાદકો માટે નવી ચિંતા છે. ગુજરાતના અમુલ તથા મહારાષ્ટ્રના પારલે એગ્રો એ ટેટ્રાપેક સાથેના ડ્રીન્કસ માટે સૌથી વધુ વેચાણ ધરાવતી કંપનીઓ છે.

જેણે અગાઉ સરકારને આ પ્રકારના ટેટ્રાપેક જેમાં પ્લાસ્ટીક સ્ટ્રો સાથે જ હોય છે તેવા પેકના વેચાણમાં થોડો સમય રાહત આપવા વિનંતી કરી હતી પણ કદાચ સરકાર હવે આ પ્રકારની વિનંતી સાંભળવાના મૂડમાં નથી અને તેથી ખાસ કરીને રીટેલ અને ડિસ્ટ્રીબ્યુટરે બન્ને કંપનીઓને પ્લાસ્ટીક સ્ટ્રો સાથેના ટેટ્રાપેકના ડ્રીન્કની સપ્લાય નહી કરવા જણાવી દીધું છે.

ઉપરાંત તેઓ પાસે હાલ જે જંગી સ્ટોક છે તેમાં પણ કંપનીઓને પરત લેવા માટે જણાવ્યુ છે. સરકાર હવે આ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગમાં સ્ટોકના નિકાલ સુધી છૂટછાટ આપી શકે છે પણ આ પ્રકારના ટેટ્રાપેક કે પછી જે પ્લાસ્ટીક સ્ટ્રો-કોલ્ડ ડ્રીન્કસથી લઈને અનેક પ્રકારના પીણા સાથે આપવામાં આવે છે તે પણ પ્રતિબંધીત થઈ જશે જેની સામે આ પ્રકારના પેપર સ્ટ્રો બનાવી શકાય તેવા કાગળનું ઉત્પાદન હવે શરૂ થશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!