જે દિવસે ‘આપ’ ની સરકાર ગુજરાતમાં બનશે ત્યારે કોઈ અધિકારી તમારી પાસે લાંચ નહી માંગે: ઈન્દ્રનીલ રાજયગુરૂ
‘આમ આદમી પાર્ટી’ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ‘જન સંવાદ’ કાય્રક્રમ યોજાયો
આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લાના ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ ખાતે "જનસંવાદ" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ મુખ્ય અથિતી રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમ દરેક જનસભામાં દરેક જિલ્લામાંથી આમ આદમી પાર્ટી ને આમ જનતા નો સહયોગ મળે છે એમ આ વખતે પણ રાજકોટ શહેરના અને આજુબાજુના વિસ્તારો માંથી યુવાનો, વૃદ્ધો, વડીલો અને મહિલાઓ એમ હજારો લોકો આ જનસંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ જનસંવાદ કાર્યક્રમ ને સંબોધતા કહ્યું કે, આજે બીજી બધી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની પાર્ટી નું આઇકાર્ડ લઈને ગર્વ અનુભવતા હોય છે પણ જ્યારે તેઓ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ફરવા જાય છે ત્યારે તેઓ પણ મોંઘવારીના માર થી બૂમ પાડી બેસે છે. હું લોકોને એટલું જ કહીશ કે તમારી પાર્ટી તમને ફક્ત આઈકાર્ડ આપ્યું અને તમે લોકોને આઈ કાર્ડ બતાવી શકો છો પરંતુ એનાથી તમારા ઘરની મોંઘવારી ઓછી નથી થવાની.
બીજી બધી પાર્ટી પોતાના કાર્યકર્તાઓ માટે પણ કામ નથી કરતી. બીજી પાર્ટી ના લોકો પોતાનું એ નકામો આઈ કાર્ડ ટ્રાફિક સિગ્નલ પર પોલીસ ને બતાવી ને કદાચ ગર્વ અનુભવતા હશે પણ મને એ બાબતનો કરવું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવા નથી પણ કટ્ટર ઈમાનદાર છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી ભારતની રાજનીતિમાં એક નવી વિચારધારા લઈને આવે છે. સત્તા પર પહોંચીને એશો આરામની જિંદગી જીવવા માટે સત્તા ના મેળવવી જોઈએ પરંતુ સત્તાનો ઉપયોગ લોકોના હિત માટે થાય એ વિચારધારા અરવિંદ કેજરીવાલ જી એ આપી છે. જે દિવસે આમ આદમી પાર્ટી ની સરકાર ગુજરાતમાં બનશે ત્યારે એ દિવસથી જ ગુજરાતમાં કોઈ અધિકારી તમારી પાસે લાંચ આપવાની હિંમત નહીં કરે. આવી વ્યવસ્થાનું નિર્માણ ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકે છે.
આ મહત્વપૂર્ણ જનસંવાદ કાર્યક્રમ માં આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ સહીત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, પ્રદેશ મંત્રી રાજભા ઝાલા, રાજકોટ લોકસભા પ્રમુખ રાહુલભાઈ ભૂવા રાજકોટના કોર્પોરેટર તથા ‘આપ’ નેતા વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઈ,શિવલાલ બારશિયા, ચેતનભાઈ કામાણી જનકભાઈ ડાંગર સાથે અન્ય ‘આપ’ નેતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!