કાલે ગોંડલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલનો ભવ્ય રોડ શો
પાટીલ પ્રથમવાર ભગવતસિંહની નગરીની મુલાકાતે આવતા ભાજપના કાર્યકરોમાં ઉત્સવ જેવો માહોલ : પેજ સમિતિ સંમેલન સહિતના કાર્યક્રમો : માર્કેટ યાર્ડના ઉપયોગ સામે કોંગ્રેસનો વિરોધ
ગોંડલમાં આવતીકાલે તા.21 ગુરૂવારના ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો રોડ શો તથા બાઇક રેલી યોજાનાર છે. વિધાનસભાની ચુંટણીઓ ઢુંકડી છે ત્યારે ભાજપ અધ્યક્ષ ગોંડલમાં પ્રથમવાર આવી રહ્યા હોય અને જીલ્લા કક્ષા નો કાર્યક્રમ ગોંડલ ને મળ્યો હોય ભાજપીઓમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે.બીજી બાજુ નવા માર્કેટ યાર્ડ માં પેજ સમીતી સંમેલન સહીત ભાજપ અધ્યક્ષ નાં કાર્યક્રમ રખાયા હોય કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. ગોંડલ ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ જીલ્લા પ્રવાસ અંતર્ગત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાંજે પાંચ કલાકે ગોંડલ વછેરાનાં વાડામાં પંહચશે જ્યાં શહેર તાલુકા ભાજપ દ્વારા દબદબાભેર સ્વાગત કરાશે.
બાદ માં બાઇક રેલી સાથે સી.આર.પાટીલ નો ભવ્ય રોડ શો શરૂ થશે. જે બસસ્ટેન્ડ ચોક, ગુંદાળા રોડ થઈ નવા માર્કેટ યાર્ડ પંહોચશે.ત્યા પેજ સમીતી સંમેલનને સંબોધી સી.આર.પાટીલ ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.પાટીલનાં આગમનને લઈ ને વછેરાનાં વાડા થી ગુંદાળા રોડ માર્કેટ યાર્ડ રોડ ને કમાનો, બેનરો અને ભાજપ ના ઝંડાઓ થી શણગાર કરાયો છે.માર્ગમાં આકર્ષણરૂપ દેશભક્તિ,રાસગરબા, કિર્તન મંડળીઓ,વેશભૂષા સહીત આઠ ફલોટનુ આયોજન કરાયુ છે.રોડ શોના માર્ગ પર ભગવો માહોલ ઉભો કરાયો છે.જીલ્લા કક્ષાનો કાર્યક્રમ હોય તાલુકા મથકો પરથી બાઇક સ્વારો અને કાર્યકર્તાઓ ગોંડલ ઉમટી પડશે.
પાટીલના કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તથા જીલ્લા હોદેદારો ઉપરાંત પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અશોકભાઈ પીપળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,પ્રફુલભાઈ ટોળીયા, ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત, મહામંત્રી ઉપેન્દ્રસિહ ચુડાસમા,અશોકભાઈ પરવડીયા,તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ પટેલ,નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ, કારોબારી અધ્યક્ષ ઓમદેવસિંહ જાડેજા, યુવા ભાજપના રવિ કાલરીયા,જયદિપસિંહ જાડેજા સમીર કોટડીયા સહિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
ભાજપ અધ્યક્ષ પાટીલનાં કાર્યક્રમને લઈને માર્કેટ યાર્ડના ઉપયોગ ને દુર ઉપયોગ ગણાવી કોંગ્રેસ દ્વારા જીલ્લા રજીસ્ટ્રાર ને ફરીયાદ કરાઇ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાએ કરેલ રજુઆતમાં જણાવ્યુ કે માર્કેટ યાર્ડ ખેતી અને ખેડૂતો માટે નિર્માણ થયુ છે.પણ ભાજપ દ્વારા વારંવાર પક્ષીય કાર્યક્રમો યોજાતા હોય દુરઉપયોગ થઈ રહ્યો છે.ભાજપ પ્રમુખ નો કાર્યક્રમ યાર્ડના બે શેડમાં રખાયો છે. આ બે શેડ મા રખાયેલી અનાજ કઠોળ જેવી જણસીઓ ને ખેડૂતોએ પદર ના ખર્ચે ખાલી કરાવાઇ છે.જે અન્યાયકર્તા છે.યાર્ડના સત્તાધીશો દ્વારા પક્ષીય કામગીરીમાં કરાતા ઉપયોગ સામે મનાઇ કરવા જીલ્લા રજીસ્ટ્રારને રજુઆતમાં જણાવાયુ છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!