દરેક વર્ગ સરકારની યોજનાઓનો લાભ ઉઠાવે તે જરૂરી: સી.આર.પાટીલ
દિવ્યાંગો, ગંગાસ્વરૂપ બહેનો, શ્રમિકો અને સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખનો સીધો સંવાદ: સમસ્યાઓ પણ જાણી
‘સાહેબ અમારા કુટુંબમાં કોઈ કમાનાર નથી અને અમે સરકારમાં ગંગાસ્વરૂપ બહેનોને જે મદદ મળે છે તે અંગે કરેલી અરજી બાદ આજ સુધી અમને દર મહિને સંતોષકારક રીતે પેન્શન વગેરે મળે છે’. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધવા બહેનોએ સરકારી યોજના માટે આભાર વ્યક્ત કર્યો હતો તો અનેક બહેનોએ પોતાના કુટુંબ માટે સરકારે જે કર્યું છે તે બદલ ગદ ગદ થઈને માહિતી આપી હતી.
સી.આર.પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે. હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન લોકોની સમસ્યાઓ જાણી અને તેના ઉકેલ માટે કામગીરી કરાશે. વન ડે વન ડીસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હેમુ ગઢવી હોલ ખાતે દિવ્યાંગો, સરકારી યોજનાના લાભાર્થીઓ, વિધવા બહેનો તથા શ્રમિકો સાથે બેઠક કરી હતી અને ખાસ કરીને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પાટીલે અનુરોધ કર્યો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકાર દિવ્યાંગો માટે ખાસ યોજનાઓ લાવી છે અને તેનો લાભ દરેક દિવ્યાંગોને મળે તે પણ જોવાઈ રહ્યું છે જયારે વર્તમાન સરકારે વિધવા પેન્શનમાં પણ વધારો કર્યો છે તેમજ રાજય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ પાસેથી અમોએ જે માહિતી મેળવી છે તેમાં પણ આ વર્ગને એક મોટી રાહત મળી છે. પાટીલે ખાસ કરીને શ્રમિકો માટેના કાર્ડ તેમજ રાજય સરકાર દ્વારા રૂા.10માં શ્રમિક ભોજન વ્યવસ્થા જે જાહેર કરાઈ છે તે અંગે પણ માહિતી આપી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!