પ્રવાસન ક્ષેત્ર ધમધમતા પાસપોર્ટ અરજદારોની સંખ્યામાં વૃદ્ધિ થતાં પાસપોર્ટ માટે પડાપડી: 23 દિ’નું ‘વેઈટીંગ’
રાજકોટમાં પાસપોર્ટ માટે એપોઈન્ટમેન્ટ 11 ઓગસ્ટની મળે છે: સ્ટાફની ખેંચ
કોરોનાકાળ ખત્મ થવા સાથે વેપાર-ધંધા અને પ્રવાસન ક્ષેત્ર ફરી પૂર્વવત થઈ ગયા છે ત્યારે પાસપોર્ટ મેળવવા માટે લોકોનો મોટો ધસારો છે અને હવે પાસપોર્ટ માટેની એપોઈન્ટમેન્ટ મેળવવામાં 20 દિવસ કરતા વધુનો સમય થવા લાગ્યો છે. જે એક તબકકે માત્ર બે દિવસનો હતો.
ગુજરાતભરના પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં મોટી વૃદ્ધિ થઈ છે અને તેના પગલે એપોઈન્ટમેન્ટનો ગાળો પણ લાંબો થઈ ગયો છે. અમદાવાદ, વડોદરા, આણંદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિતના પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં સરેરાશ 20 દિવસ બાદ એપોઈન્ટમેન્ટ મળી રહી છે. તત્કાલ પાસપોર્ટ સુવિધામાં પણ સમાન હાલત છે.
રાજકોટ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રમાં વ્હેલામાં વ્હેલી એપોઈન્ટમેન્ટ 11 ઓગષ્ટની છે જયારે અમદાવાદમાં 5 ઓગષ્ટ, વડોદરામાં 3 ઓગષ્ટ તથા ગાંધીનગર-આણંદમાં 10 ઓગષ્ટની છે.
ગુજરાતની જેમ સમગ્ર ભારતમાં પાસપોર્ટ વેઈટીંગ ગાળો વધી ગયો છે. પાટનગર દિલ્હીમાં ઓગષ્ટના અંતે અને મુંબઈમાં 1લી સપ્ટેમ્બર સુધીનું વેઈટીંગ ચાલી રહ્યું છે. પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી વરેન મિશ્રાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મહીને 40 હજાર પાસપોર્ટ અરજી આવતી હતી તે સંખ્યા વધીને 55000 થઈ છે.
કોવિડ નિયંત્રણો દૂર થતા વિદેશના અભ્યાસ ઉપરાંત પ્રવાસ વગેરે માટે લોકો મોટી સંખ્યામાં જવા લાગતા અરજીઓનું પ્રમાણ વધી ગયું છે. પાસપોર્ટ કચેરીના સ્ટાફ દ્વારા મહતમ ક્ષમતાએ કામ કરવામાં આવી રહી છે.
પાસપોર્ટ કચેરીના સૂત્રોએ એમ કહ્યું કે રાજયમાં દરરોજ 750 જેટલી પાસપોર્ટ અરજીઓ હાથ પર લેવામાં આવે છે. એક તબકકે 10 હજાર જેટલી અરજીઓનો ભરાવો થઈ ગયો હતો જેને પગલે એપોઈન્ટમેન્ટ ઓછી કરવાનું નકકી થયું હતું. આ ઉપરાંત અડધો ડઝનથી વધુ અધિકારીઓ નિવૃત અથવા બદલી પામતા વર્તમાન સ્ટાફ પર બોજો આવી ગયો છે. અમદાવાદની ઓફિસમાં 40 ટકા જગ્યા ખાલી હોવાથી તેની પણ અસર પડી રહી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!