Dark Mode
Monday, 23 December 2024
Logo banner

રાજકોટમાં યુવાધનને નશાના રવાડે ચડાવાનાર બે પેડલર ઝડપાયાં: SOGએ 7.64 લાખનું 76.45 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું

રાજકોટમાં યુવાધનને નશાના રવાડે ચડાવાનાર બે પેડલર ઝડપાયાં: SOGએ 7.64 લાખનું 76.45 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં નશાનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. રાજકોટ શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર મુખ્ય ડ્રગ પેડલર પિતા-પુત્રની SOG પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 7.64 લાખ કિંમતનું 76.45 ગ્રામ MD ડ્રગનો જથ્થો ઝડપી પાડી કુલ 8.24 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઇથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવતાની સાથે ધરપકડ
રાજકોટ શહેરમાં ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે આજ રોજ SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજકોટના મુખ્ય ડ્રગ્સ પેડલર પિતા-પુત્ર ઈરફાન પટણી અને અમન પટણીની ધરપકડ કરી છે. મુંબઇથી ડ્રગ્સ લઇ અમદાવાદથી રાજકોટ આવતા સમયે અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક એક ટેક્સી બદલી બીજા વાહનમાં જાય તે પહેલા ચોક્કસ માહિતીના આધારે વોચ ગોઠવી આવતાની સાથે જ તેને ઝડપી પાડી તેની અંગ જડતી લેતા તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 7.64 લાખની કિંમતનો 76.45 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહિત કુલ 8.24 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઈરફાન પટણી છે રાજકોટનો મુખ્ય ડ્રગ્સ પેડલર
રાજકોટમાં તમામ ડ્રગ્સ પેડલરો તેમજ ડ્રગ્સના બંધાણી યુવાનોને ઈરફાન પટણી અને ઝલાલ MD ડ્રગ્સ પૂરું પાડતા હતા. SOG પોલીસે થોડા સમય પહેલા ઝલાલની ધરપકડ કરી હતી. બાદમાં આજે અન્ય મુખ્ય પેડલર પિતા-પુત્ર પટણીની ધરપકડ કરી છે. ઇરફાન અને તેનો પુત્ર મુંબઇથી ડ્રગ્સ લાવી કોલેજીયન યુવાનોને તેમજ અન્ય પેડલરોને પડીકી બનાવી રૂપિયા 4000 માં વેચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અગાઉ ક્રાઇમ બ્રાન્ચે રેસકોર્સ નજીક હોટલમાંથી ધરપકડ કરી હતી
પકડાયેલ આરોપી ઇરફાન પટણીને અગાઉ યુવા ક્રિકેટરની માતાએ કરેલા આક્ષેપ મામલે ગત વર્ષે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેસકોર્સ નજીક હોટલમાંથી ધરપકડ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં તે NDPS અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ SOG પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રાજકોટ કુવાડવા પોલીસને સોંપી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

રાજકોટમાં યુવાધનને નશાના રવાડે ચડાવાનાર બે પેડલર ઝડપાયાં: SOGએ 7.64 લાખનું 76.45 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!