ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદના ગોમતીપુરમાં એક કલાકમાં અઢી ઇંચ, ઓઢવ, વિરાટનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, સોસાયટીઓમાં પાણી ભરાયા
રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પણ વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સુભાષબ્રિજ, વાડજ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, સરસપુર, બાપુનગર, રખિયાલ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે ગુરુવારે પણ સાંજે વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.રાજ્યમાં આ વખતે મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ટકાવારી ઓછી નોંધાઈ છે.
ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારોમા ભારે વરસાદ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ શરુ થતા ભારે રાહત થઈ છે. શહેરના ખોખરા,હાટકેશ્વર,અમરાઈવાડી,ઈશનપુર,CTM,જશોદાનગર,મણિનગર, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ, રખિયાલ,નિકોલ,રામોલ,વટવા સહિતના વિસ્તારોમા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણીના ચેમ્બરો માથી બહાર આવીને માર્ગ પર ફરી વળ્યા છે.આશ્રમ રોડ,ઉસ્માનપુરા, વાડજ,રખિયાલ, ઇન્કમટેક્ષ, ગોમતીપુરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો. ઓઢવ, વિરાટનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. મેમકો,કૃષ્ણનગર,અમદુપુરા, સરસપુર, મણિનગર, સૈજપુર,જમાલપુર,ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો
24 કલાકમાં રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ જામકંડોરણામાં પડ્યો છે. જે બાદ કપરાડામાં પોણા છ ઇંચ, ઉપલેટામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવી રહ્યાં છે, જ્યારે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરી છે.
પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!