Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

ગુજરાતમાં પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટમાં વૉટર સ્પોર્ટસ યોજાશે: 36મી નેશનલ ગેમ્સ યોજવા સરકારની પૂરજોશ તૈયારીઓ

ગુજરાતમાં પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટમાં વૉટર સ્પોર્ટસ યોજાશે: 36મી નેશનલ ગેમ્સ યોજવા સરકારની પૂરજોશ તૈયારીઓ

- સ્ટેડિયમ, મેદાનો સહિત ઇન્ફ્રાસ્ટ્રચર જોવા ભારતીય ઑલિમ્પિક સંઘની કમિટીએ ગુજરાતની મુલાકાત લીધી

- વૉટર પોલો, બોટિંગ, કૈનોઇંગ, ડ્રેગન બોટ રેસિંગ, વૉટર સ્કિઇંગ, વૉટર બાસ્કેટ બોલ જેવી ગેમ્સ રમાશે

ગુજરાતમાં પહેલીવાર ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવવા જઇ રહી છે. તા.૨૭મી સપ્ટેમ્બરથી ૧૦મી ઓક્ટોબર સુધી દેશના ૨૦ હજારથી વધુ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લેશે. આ નેશનલ ગેમ્સ માટે ગુજરાત યજમાન બન્યુ છે ત્યારે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મહત્વની વાત એછેકે, રાજ્યમાં પ્રથમવાર અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટસ આકર્ષણનુ કેન્દ્ર બનશે.

ભારતીય ઓલિમ્પિક સંઘે નેશનલ ગેમ્સ યોજવા માટે ગુજરાતને યજમાની સોંપી છે. અધિકારિક સૂત્રોના મતે, રાજ્યમાં અમદાવાદ, સુરત,રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભાવનગરમાં વિવિધ રમતો યોજાનાર છે. જોકે, કયાં કઇ રમત રમાશે તે અંંગે હજુ નક્કી કરાયુ નથી. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રમતો રમવા માટે કેવી કેવી સુવિધા ઉપલબ્ધ છે તે જોવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘની એક કમિટી ગુજરાત આવી પહોંચી છે.

આ કમિટીએ સ્ટેડિયમ, રમતના મેદાનો ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્કચર જોઇ ગુજરાતની પ્રશંસા કરી છે.

રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટસ યોજાનાર છે. નેશનલ ગેમ્સમાં વોટર સ્પોર્ટસ આકર્ષણનુ કેન્દ્ર જમાવશે કેમકે, સાબરમતી નદીમાં બોટિંગ, ડ્રેગન બોટ રેસિંગ, વોટર બાસ્કેટ બોલ, કૈનોઇંગ ઉપરાંત વોટર સ્કિઇઁગ સહિતની રમતો યોજાશે. રેલ્વે ઉપરાંત આર્મી સહિત દેશની કવોલિફાઇડ ટીમો જ આ રમતોમાં ભાગ લેશે.

વોટર સ્પોર્ટસ માટે ભારતીય ઓલિમ્પિક સંઘે પણ રિવરફ્રન્ટની પસંદગી કરી લીધી છે. અમદાવાદીઓને વિદેશમાં રમાતી વોટર સ્પોર્ટસ જોવાનો લ્હાવો મળશે.

નેશનલ ગેમ્સમાં ગુજરાતના રમતવીરો સારુ પ્રદર્શન કરે તે માટે અલાયદા કેમ્પ યોજવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.નોંધનીય છેકે, વર્ષ ૨૦૧૫માં કેરળમાં જયારે વર્ષ ૨૦૧૬માં ગોવામાં નેશનલ ગેમ્સ યોજાઇ હતી. વર્ષ ૨૦૧૮-૧૯માં ગેમ્સ યોજાઇ ન હતી. હવ ગુજરાતમાં પ્રથમવાર સપ્ટેમ્બરમાં નેશનલ ગેમ્સ યોજાનાર છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપરાંત કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં વિવિધ રમતો રમાશે

૩૬મી નેશનલ ગેમ્સમાં કબડ્ડી, ટેબલ ટેનિસ, એથલેટ, વોલિબોલ, લોનટેનિસ સહિત કુલ મળીને ૩૬ પ્રકારની રમતો રમાનાર છે. અમદાવાદમાં રિન્રફ્રન્ટ પર વોટર સ્પોર્ટસ યોજાશે જયારે કાંકરિયા તળાવ નજીક આવેલા ટ્રાન્સસ્ટેડિયામા અન્ય રમતો રમાડવા આયોજન કરાયુ છે. આ સ્ટેડિયમમાં તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી ભારતીય ઓલિમ્પિક સંઘે પણ આ સ્ટેડિયમ પર પસંદગી ઉતારી હોવાનુ જાણવા મળ્યુ છે. રાજકોટમાં સ્વિમિંગ ઉપરાંત હોકી રમાનાર છે. કયા શહેરમાં કઇ ગેમ્સ યોજવી તેનુ શિડયુલ ભારતીય ઓલિમ્પિક સંઘ તૈયાર કરી રહ્યુ છે .

રમતવીરો-અધિકારીઓ માટે 100 હોટલમાં 4 હજારથી વધુ રૂમ બુક કરાશે

નેશનલ ગેમ્સમાં ભાગ લેવા દેશભરમાંથી ૮ હજારથી વધુ રમતવીરો ભાગ લેનારા છે. આ ઉપરાંત ૩ હજાર અધિકારીઓ પણ ગુજરાત આવશે. આ જોતા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત ભાવનગરમાં ૧૦૦ થ્રી સ્ટાર હોટલ બુક કરવા નક્કી કરાયુ છે. કુલ મળીને ૪ હજારથી વધુ રૂમો બુક કરવામાં આવશે. એવી પણ માહિતી સાંપડી છેકે, વલસાડ શહેરની પણ પસંદગી કરાઇ છે.જયાં દરિયાકિનારે બિલ વોલિબોલ યોજવા આયોજન કરાયુ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!