Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

વરસાદથી વાહનોમાં મોટું નુકસાન: અમદાવાદમાં ગાડીઓ રિપેર કરવા માટે 15 દિવસનું વેઇટિંગ

વરસાદથી વાહનોમાં મોટું નુકસાન: અમદાવાદમાં ગાડીઓ રિપેર કરવા માટે 15 દિવસનું વેઇટિંગ

અમદાવાદમાં વરસેલા ભારે વરસાદને કારણે ગાડીઓ અને ટૂ-વ્હીલરોને મોટું નુકસાન થયું છે. ત્યારે શહેરમાં ખાનગી ગેરેજ અને કંપનીનાં સર્વિસ સેન્ટરો જાણે પાર્કિંગ સ્ટેન્ડ બની ગયાં હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વાહનોને વરસાદમાં ભારે નુકસાન થતાં વાહન રિપેર કરવાનાં સર્વિસ સેન્ટરો પર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. શહેરમાં સ્થિતિ એવી છે કે કેટલાક વાહનચાલકો માટે તો આખા મહિનાનો પગાર કે કમાણીનો મોટા ભાગનો હિસ્સો વાહનના રિપેરિંગ પાછળ ખર્ચાઈ જશે, કારણ કે હાલ સર્વિસ સેન્ટર પર આવી રહેલી ગાડીઓ રૂપિયા 3 હજારથી લઈને 1 લાખથી વધારે સુધીનો ખર્ચ માગી લે એવી સ્થિતિ છે.

મોંઘીદાટ ગાડીઓને મોટે પાયે નુકસાન થયું
અમદાવાદમાં ભારે વરસાદ બાદ બાઇક અને કાર સર્વિસ સેન્ટરો પર વાહનચાલકો પોતાનાં વાહનો રિપેર કરવા માટે પહોંચી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કેટલીય સોસાયટીના બેઝમેન્ટમાં પણ ઘૂસી ગયા હતા, જેને કારણે મોંઘીદાટ ગાડીઓને મોટે પાયે નુકસાન થયું છે. આ ગાડીઓ રિપેરિંગ માટે મોટો ખર્ચ માગી લે એમ છે. પ્રહલાદનગરના પ્રેરણાતીર્થ પાસે ઓટો ગેરેજ ધરાવતા ભાવિનભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં ત્રણથી ચાર જેટલી ગાડીઓ રિપેરિંગ માટે આવતી હોય છે, પરંતુ છેલ્લા બે દિવસથી 40-50 ગાડીઓ રિપેરિંગ માટે આવી રહી છે. ગાડીની સ્થિતિ એવી છે કે એમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી 5-7 ગાડી જ સર્વિસ થાય છે.

ગેરેજ અને વર્કશોપમાં કામનું ભારણ વધ્યું
સર્વિસ સેન્ટર ધરાવતા સંચાલકોને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનધારકો પોતાના ઘરે જ સર્વિસ માટે ફોન કરી રહ્યા છે, પરંતુ તેમના સેન્ટર પર જ કામનું ભારણ હોવાથી તેમના માટે પહોંચી વળવું અશક્ય છે. ખાનગી ગેરેજ સેન્ટર પર ગાડી રિપેર કરવા માટે 10થી 15 દિવસ જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે. સર્વિસ સેન્ટર પર આવી રહેલાં વાહનોમાં ગાડીનું ટોટલ લોસ, લોક થઈ જવી, એન્જિન ફેઇલ થઈ જવા, ECM ફેઇલ થઈ જવી, વાયરિંગમાં ડેમેજ વગેરે પ્રકારની ફરિયાદો લઈ વાહન રિપેરિંગ કરાવવા લોકો આવી રહ્યા છે.

સર્વિસ સેન્ટરો પર પણ વાહનોની કતાર
બીજી તરફ, કંપનીનાં સર્વિસ સેન્ટરો પર પણ વાહનોની કતાર લાગેલી જોવા મળી રહી છે. જોધપુર વિસ્તારના શિવાલિક હ્યુન્ડાઈના સર્વિસ હેડ પ્રણવ ઓઝાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે બે દિવસથી દૈનિક 35 જેટલી ગાડીઓ આવી રહી છે. સામાન્ય દિવસોમાં જે વાહનો આવે છે તેના કરતાં આ વાહનોમાં પાણીની સમસ્યાને કારણે વધારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. કામનું ભારણ વધ્યું છે, જેથી વર્કશોપની ક્ષમતા પ્રમાણે જ તબક્કાવાર ગાડીઓ સર્વિસ માટે લેવામાં આવી રહી છે.

દૈનિક 50-60 બાઇક રિપેરિંગ માટે આવી રહી છે
માત્ર ફોર વ્હીલર્સ નહીં, પરંતુ ટૂ-વ્હીલર સર્વિસ સેન્ટર પર પણ બાઈક અને સ્કૂટી મોટા પ્રમાણમાં સર્વિસ માટે આવી રહી છે. છેલ્લા 3 દિવસથી વહેલી સવારમાં જ લોકોના ફોન આવી રહ્યા છે અને બાઇક ઘરે જ રિપેર કરવા બોલાવે છે, પણ સમય અને કામનું ભારણ વધારે હોવાથી એ શક્ય નથી બની રહ્યું. વેજલપુર વિસ્તારમાં સર્વિસ સેન્ટર ધરાવતા વિક્રમભાઈનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં 5-7 જેટલી ગાડીઓ આવતી, જેની સરખામણીએ બે દિવસમાં દૈનિક 50-60 બાઇક રિપેરિંગ માટે આવી રહી છે

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!