Dark Mode
Monday, 23 December 2024
Logo banner
કનૈયાની હત્યાની ટીકા કરનાર યુવરાજને પણ ધમકી: રાજસ્થાનના કનૈયાલાલની જેમ જ ગળું કાપી નાખવાની સુરતના યુવકને મળી ધમકી, પોલીસે ગનમેનની સુરક્ષા અપાઈ

કનૈયાની હત્યાની ટીકા કરનાર યુવરાજને પણ ધમકી: રાજસ્થાનના કનૈયાલાલની જેમ જ ગળું કાપી નાખવાની સુરતના યુવકને મળી ધમકી, પોલીસે ગનમેનની સુરક્ષા અપાઈ

રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર, કનૈયાલાલની ઘાતકી હત્યાને સખત શબ્દોમાં વખોડનાર સુરત શહેરના એક યુવકને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી મળવાથી ચકચાર મચી જવા પામી છે. જે રીતે કનૈયાલાલની ગળું કાપી હત્યા કરાઈ છે એવી જ રીતે સુરતના યુવકની હત્યા કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવી છે. એને લઈને યુવકે પોલીસ કમિશનરની કરેલી અરજીના આધારે તેને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.

પરિવારજનોમાં ચિંતા પ્રસરી
સુરત શહેરમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યાર બાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર બન્ને યુવક દ્વારા આચરવામાં આવેલા જઘન્ય હત્યાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો. એને પગલે ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી મળતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અલબત્ત, ધમકીને પગલે યુવરાજનાં પરિવારજનોમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે.

ફૈઝલ નામના યુવક દ્વારા ધમકી અપાઈ
ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા હાલમાં જ ઉદયપુર ખાતે દરજી કનૈયાલાલની હત્યા સંદર્ભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. એને પગલે ફૈઝલ નામના યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર યુવકે લખ્યું હતું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.

ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવાયું
હાલ સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર ઉદયપુર હત્યાકાંડને પગલે રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે હવે સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારવાની ધમકી મળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. યુવરાજ પોખરણા દ્વારા અગમચેતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ યુવરાજને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.

કનૈયાની હત્યાની ટીકા કરનાર યુવરાજને પણ ધમકી: રાજસ્થાનના કનૈયાલાલની જેમ જ ગળું કાપી નાખવાની સુરતના યુવકને મળી ધમકી, પોલીસે ગનમેનની સુરક્ષા અપાઈ

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!