ડોલર સામે ભારતીય રૂપિયો વધુ પટકાયો: 79.62ના નવા ઐતિહાસિક નીચા સ્તરે
કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયાને ગગડતો રોકવા માટે રિઝર્વ બેન્કનાં એક પછી એક પગલા છતાં રુપિયો સતત તૂટતો જ રહ્યો હોય તેમ આજે સતત બીજા દિવસે નવા નીચા સ્તરે સરકી ગયો હતો અને પ્રારંભિક કામકાજમાં 79.62ની ઐતિહાસિક તળિયાની સપાટીએ બોલાતો હતો.
ડોલર સામેની નિર્ભરતા ઘટાડવા ભારતીય રુપિયામાં આયાત-નિકાસનાં વ્યવહારો કરવા સહિતના પગલા રિઝર્વ બેન્કે લીધા છે. આ પગલાઓ પછી રુપિયો ઘટતો અટકશે તેવી અટકળો વ્યક્ત થતી હતી પરંતુ આજે સવારથી જ ડોલર સામે રુપિયો દબાણ હેઠળ આવી ગયો હતો અને સતત ઘટતો રહ્યો હતો. વિદેશી નાણા સંસ્થાઓએ શેરબજારમાંથી છેલ્લા મહિનાઓમાં અબજો રુપિયાનું નાણુ પાછુ ખેંચી લીધું હોવાથી તેનું દબાણ કરન્સી માર્કેટમાં વર્તાઇ રહ્યું છે. આ સિવાય ક્રૂડ, ખાતર, ગેસ સહિતનાં આયાત બીલ ઘણા વધી ગયા હોવાના કારણોસર પણ રુપિયામાં પ્રેશર છે. ભારતીય વિદેશી હુંડીયામણ પણ સતત ઘટતું રહ્યું છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!