GST માં વધારાથી સામાન્ય વર્ગ પર રૂા.3 લાખ કરોડનો બોજ
સોમવારથી નવા દર લાગુ: અનાજ, કઠોળ, સ્ટેશનરી, એલઈડી લાઈટ, ઈન્ક સહિતની ચીજો મોંઘી થશે
સરકાર સામે વેપારી જગત મેદાને: ભારત બંધના એલાનથી ગુજરાત સહિતના અનેક રાજયોમાં નાના વેપારીઓની હડતાળ
18મી જુલાઈને સોમવારથી નોન-બ્રાન્ડેડ હોવા છતાં પેકીંગમાં વેચતા અનાજ-કઠોળ સહિતની ખાદ્યચીજો ઉપરાંત ડેરી પ્રોડકટ તથા સ્ટેશનરી-લાઈટીંગ પ્રોડકટ અને સસ્તા હોટલરૂમ તથા મોંઘા હોસ્પીટલ રૂમ પર જીએસટી લાગુ થવાનો છે તેને પગલે કેન્દ્ર સરકારને વાર્ષિક 2.50 થી 3 લાખ કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે અર્થાત આમ આદમી પર સોમવારથી વધારાનો 3 લાખ કરોડનો કરબોજ ઝુંકાશે.
જીએસટીના વિરોધમાં વેપારીવર્ગ મેદાને પડયો છે. ભારત બંધના એલાન અંતર્ગત અનેક રાજયોમાં વેપારીઓએ ધંધારોજગાર બંધ રાખીને સરકાર સામે આક્રોશ દર્શાવ્યો છે.
સોમવારથી લાગુ પડી રહેલા જીએસટીના નવા દરો અંતર્ગત આઈસીયુ સિવાયના રૂા.5000 થી વધુ ભાડુ ધરાવતા હોસ્પીટલ રૂમમાં 5 ટકા જીએસટી લાગશે. બેંક ચેકબુક પર 18 ટકા, હોટલના રૂા.1000 થી ઓછા ભાડાના રૂમમાં 12 ટકા, દહીં, પનીર, લસ્સી, છાશ, અનાજ, કઠોળ, મધ, ગોળમાં પાંચ ટકા, પ્રિન્ટીંગ-રાઈટીંગ-ટ્રેડીંગ ઈંક, એલઈડી લાઈટ- લેમ્પ પર 18 ટકા, મેપ (નકસા) એટલાસ પર 12 ટકા, બ્લેડ, સાબુ, પેન્સીલ શાર્પનર, ચમચી, કાંટા, સ્કીમર્સ પર 18 ટકા, આટા ચકકી-દાળ મશીન પર 18 ટકા, માટીની પ્રોડકટ પર 12 ટકા જીએસટી લાગશે.
જીએસટીના આ નવા દર સામાન્ય વર્ગ પર જ આર્થિક બોજ સર્જનારા છે ત્યારે નિષ્ણાંતોના રીપોર્ટ પ્રમાણે જીએસટી દરમાં આ બદલાવથી કેન્દ્ર સરકારને વધારાની 2.50 થી 3 લાખ કરોડની આવક થશે. જીએસટીની કુલ વાર્ષિક આવક 21 લાખ કરોડને પહોંચી શકે છે.
કેન્દ્ર સરકારના આ પગલાથી આર્થિક બોજ વધવા ઉપરાંત નાના વેપારીઓને રીટર્ન ભરવા સહિતની અનેકવિધ ઝંઝટમાં મુકાવુ પડે તેમ હોવાની દલીલ સાથે વેપારી મંડળો મેદાને આવ્યા છે. આજે નાના વેપારીઓએ બંધનુ એલાન કર્યુ હોવાથી દેશભરમાં વેપારધંધાને અસર થઈ છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!