Dark Mode
Monday, 23 December 2024
Logo banner

રૂા.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ-ઈન્વોઈસ ફરજીયાત થશે

રૂા.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ-ઈન્વોઈસ ફરજીયાત થશે

આગામી મહિને મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં સ્લેબમાં પણ ફેરફારની તૈયારી


હાલની રૂા.20 કરોડની મર્યાદા ઘટાડવા તૈયારી: 2.18 લાખથી વધુ વર્તમાન જીએસટી ધારકો ઈ-ઈન્વોઈસ હેઠળ આવી જશે: જીએસટી પોર્ટલને વધુ સક્ષમ બનાવવા તૈયારી

દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેકસના અમલના પાંચ વર્ષ બાદ હવે આ વેરા માળખામાં અનેક ફેરફારો આવી રહ્યા છે અને ખાસ કરીને આગામી મહીને મળનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં ટેકસ સ્લેબ અંગે પણ વિચારણા થનાર છે તે વચ્ચે સરકાર હવે જીએસટીમાં માટે રૂા.5 કરોડ કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ-ઈન્વોઈસ ફરજીયાત બનાવવા જઈ રહી છે.

હાલ આ મર્યાદા રૂા.20 કરોડની છે. મતલબ કે રૂા.20 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એકમો માટે જીએસટી ઈ-ઈન્વોઈસ ફરજીયાત નથી પરંતુ હવે સરકાર તબકકાવાર ઈ-ઈન્વોઈસ પ્રક્રિયાને સંપૂર્ણપણે જીએસટીના તમામ ધારકો સાથે સાંકળવા જઈ રહી છે અને ખાસ કરીને હાઈ ટ્રાન્ઝેકશન વેલ્યુમાં ઈ-ઈન્વોઈસના કારણે કરચોરી વગેરેની શકયતા ઘટી જાય છે. ઓકટોબર 2020માં ઈ-ઈન્વોઈસ પ્રક્રિયા ચાલુ થઈ તે સમયે રૂા.500 કરોડ કે તેથી વધુના ટર્નઓવર ધરાવતા એકમો માટે આ ઈ-ઈન્વોઈસ ફરજીયાત બનાવ્યા હતા અને તબકકાવાર તે નીચે લઈ જવામાં આવ્યા છે

અને હવે રૂા.20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ અને વેપારી એકમોને ઈ-ઈન્વોઈસ ફરજીયાત છે. બીજી તરફ સરકારે હવે ઈ-ઈન્વોઈસ પ્રક્રિયામાં સોનાની અને અન્ય કિંમતી રત્નોની હેરફેરને પણ સાંકળી લેવા તૈયારી કરી છે. દેશમાં હાલ રૂા.20 કરોડથી રૂા.50 કરોડ વચ્ચેનું ટર્નઓવર ધરાવતા 2.19 લાખ જીએસટી ધારકો સરકારના નવા નિયમથી ઈ-ઈન્વોઈસ હેઠળ આવી જશે તેમ માનવામાં આવે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!