Dark Mode
Monday, 23 December 2024
Logo banner

બોમ્બે સ્ટોક એક્સચેંજના એમડી હવે નેશનલ સ્ટોક એક્સચેંજના વડા: SEBની મંજુરી

બોમ્બે સ્ટોક એક્સચેંજના એમડી હવે નેશનલ સ્ટોક એક્સચેંજના વડા: SEBની મંજુરી

સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જના વડા તરીકે આશીષ કુમાર ચૌહાણના નામને મંજૂરી આપી દીધી છે. આશીષ ચૌહાણ એનએસઈમાં એમડી તથા સીઈઓ વિક્રમ લિમયેની જગ્યા લેશે. ગત તા. 16 જુલાઈના રોજ એનએસઈમાં લિમયેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. તેમને 2017માં ચિત્રા રામકૃષ્ણા બાદ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

લિમયેના કાર્યકાળ દરમિયાન કંપનીએ પોતાની જાતને સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ તરીકે મજબૂત બનાવી છે. હવે આશીષ કુમાર ચૌહાણ કંપનીમાં લિમયેની જગ્યા લેશે. તેઓ હાલ બોમ્બે સ્ટોક એક્સચેન્જના વર્તમાન એમડી તથા સીઈઓ છે. એનએસઈ હાલ એક નવા એમડી તથા સીઈઓની નિયુક્તિ સુધી 4 સદસ્યો ધરાવતી કમિટી દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. તે ચારેય સદસ્ય એક્સચેન્જના જ છે. એમડીની નિયુક્તિ બાદ તે કમિટીનો ભંગ કરી દેવામાં આવશે. આશીષ કુમાર ચૌહાણે આઇડીબીઆઇમાં બેંકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ સાઉથ એશિયાઈ ફેડરેશન ઓફ એક્સચેન્જમાં પણ કામ કરી ચુક્યા છે.

ઉપરાંત તેઓ રેવન્યુ મંત્રાલય, MSME મંત્રાલય, CBDT, RBI અને SEBIમાં પણ સદસ્ય રહી ચુક્યા છે. દેશના અર્થતંત્રમાં તેમના યોગદાન બદલ તેમને અનેક વખત સન્માનિત કરવામાં આવ્યા છે. બીએસઈના પદ પર રહીને તેમણે એનએસઈના એમડી તથા સીઈઓના પદ માટે અરજી કરી હતી. તેઓ એનએસઈના ફાઉન્ડર સદસ્યો પૈકીના એક છે. 1992થી 2000ના વર્ષ દરમિયાન તેઓ તેમાં કામ પણ કરી ચુક્યા છે.

વર્ષ 2009માં તેઓ બીએસઈના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ બન્યા હતા અને ત્યાર બાદ 2012ના વર્ષમાં તેમને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આશીષ કુમાર ચૌહાણ છેલ્લા 10 વર્ષથી બીએસઈની કમાન સંભાળી રહ્યા છે. તેઓ મોબાઈલ સ્ટોક ટ્રેડિંગના જનક તરીકે ઓળખાય છે. ઉપરાંત બીએસઈની રેવન્યુમાં જે સુધારો જોવા મળ્યો તેનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!