Dark Mode
Monday, 23 December 2024
Logo banner

ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરનો વિવાદ વધ્યો: દિલ્હી-યુપીમાં એફઆઇઆર

ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરનો વિવાદ વધ્યો: દિલ્હી-યુપીમાં એફઆઇઆર

‘કાલી’ના નિર્માત્રી લીના મણિમેકલાઈનું ટિવટ, પહેલા ફિલ્મ જોવો પછી મારી ધરપકડની માંગ નહીં કરો તે મને ખાત્રી છે છતાં કિંમત જિંદગીથી ચૂકવવી પડે તો પણ હું તૈયાર છું

ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર અંગે સર્જાયેલા વિવાદમાં હવે ફિલ્મના નિર્માત્રી લીના મણિમેકલાઈની સામે ઉતરપ્રદેશ અને દિલ્હીમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીના પોસ્ટરમાં દેવી કાલીના વસ્ત્રોમાં એક મહિલાને દર્શાવાઇ છે અને તેને સિગારેટ પીતી દર્શાવાઈ હતી. જેના કારણે વિવાદ સર્જાયો હતો. દિલ્હી પોલીસે આ અંગે આઈપીસી ધારાની કલમ 153-એ અને 295-એ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

જો કે બીજી તરફ લીના મણિમેકલાઈએ એક ટિવટર પોસ્ટમાં પોતાના આ ડોક્યુમેન્ટરી અને પોસ્ટરનો બચાવ કરતાં કહ્યું હતુંં કે મારી પાસે ખોવા જેવું કાંઇ નથી જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી એવી અવાજ બનીને રહેવા માગુ છું છે કે નીડર હોય. જો મારી જીંદગીની કિંમત ચૂકવવી પડે તો તે માટે પણ હું તૈયાર છું. આ ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે એક સાંજે દેવી કાલી પ્રગટ થાય છે

અને તે કેનેડાના શહેર ટોરેન્ટોના સડકો પર ફરતા નજરે ચડે છે. નિર્માત્રીએ કહયું કે તમે જો ફિલ્મ જોશો તો મારી ધરપકડ કરવાને બદલે મારુ સન્માન કરશો. બીજી તરફ આ પોસ્ટરનો વિવાદ વધી ગયો છે. તૃણમુલ સાંસદ સહિતના અનેક સેલીબ્રીટીઓ પણ લીના મણિમેકલાઈના સમર્થનમાં આવ્યા છે અને એક પોસ્ટર માટે એફઆઈઆર કરવા સામે પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. ઉતરપ્રદેશ પોલીસે ભારતીય ફોજદારી ધારાની અનેક કલમો આ પોસ્ટર અને તેના નિર્માત્રી સામે ઉગામી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!