Dark Mode
Monday, 23 December 2024
Logo banner

ત્રણ મહિના બાદ કેએલ રાહુલ ને અથિયા લગ્ન કરશે, બંને પરિવારે તડામાર તૈયારીઓ શરૂ કરી!

ત્રણ મહિના બાદ કેએલ રાહુલ ને અથિયા લગ્ન કરશે, બંને પરિવારે તડામાર તૈયારીઓ શરૂ કરી!

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ તથા સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પોતાના રિલેશનશિપને કારણે ચર્ચામાં રહે છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે રાહુલ તથા અથિયા ત્રણ મહિના બાદ લગ્ન કરવાના છે. બંનેના પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ત્રણ વર્ષથી ડેટિંગ કરે છે
અથિયા તથા રાહુલ ત્રણ મહિના બાદ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. એક્ટ્રેસના નિકટના સૂત્રોના મતે, અથિયા તથા રાહુલ ત્રણ વર્ષથી ડેટિંગ કરે છે. હવે બંને ઓક્ટોબર કે નવેમ્બરમાં લગ્ન કરી શકે છે. બંનેના લગ્નની તૈયારીઓ તડામાર ચાલી રહી છે.

અથિયા જાતે તૈયારી કરી રહી છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલના પેરેન્ટ્સ હાલમાં જ અથિયાના પરિવારને મળવા માટે મુંબઈ આવ્યા હતા. બંનેના પરિવારના સભ્યો રાહુલ-અથિયાના નવા ઘરને જોવા પણ ગયા હતા. લગ્ન બાદ રાહુલ-અથિયા આ ઘરમાં રહેવાના છે. બંને પરિવાર આ લગ્ન ધામધૂમથી કરાવવા ઈચ્છે છે. લગ્નની નાનામાં નાની તૈયારીઓ દુલ્હન અથિયા જાતે જ કરી રહી છે.

અથિયા રાહુલ સાથે જર્મની ગઈ હતી
થોડાં સમય પહેલાં રાહુલ સર્જરી માટે જર્મની ગયો હતો. આ સમયે અથિયા પણ તેની સાથે ગઈ હતી. 30 વર્ષીય રાહુલે હર્નિયાની સર્જરી કરાવી હતી. બંને થોડાં દિવસ પહેલાં જ બંને જર્મનીથી પરત ફર્યા હતા.

ગયા વર્ષે પહેલી વાર સાથે જોવા મળ્યા
ગયા વર્ષે અહાન શેટ્ટીની ફિલ્મ 'તડપ'ના પ્રીમિયરમાં અથિયા તથા કેએલ રાહુલ પહેલી જ વાર સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મીડિયાની સામે બંનેનું આ પહેલું અપિયરન્સ હતું. બંનેએ સાથે રહીને ઘણા પોઝ આપ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!