Dark Mode
Monday, 23 December 2024
Logo banner

કેટરિના - વિકી કૌશલને સ્ટ્રગલર એક્ટરે મારી નાખવા આપી ધમકી: પોલીસે અટકાયત કરી

કેટરિના - વિકી કૌશલને સ્ટ્રગલર એક્ટરે મારી નાખવા આપી ધમકી: પોલીસે અટકાયત કરી

આરોપી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરતો હતો અને તેની પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ લખતો હતો
કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલે મુંબઈ પોલીસે ધમકી આપનાર સ્ટ્રગલર એક્ટરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

મુંબઈ પોલીસે વિકી કૌશલ અને કેટરિના કૈફને ધમકી આપનારા મનવિન્દર સિંહ નામના એક્ટરની ધરપકડ કરી છે. મનવિન્દર સિંહ એક સ્ટ્રગલર છે. તે કેટરિના સાથે લગ્ન કરવા માંગતો હતો તેથી સોશિયલ મીડિયા પર સતત કેટરિના અને વિકીને પરેશાન કરતો હતો. તે કેટરિનાને રસ્તામાં પણ ફોલો કરતો હતો. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આ કેસ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. વિકી અને કેટરીનાને કથિત રીતે સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને તપાસ હાથધરી હતી ત્યાર બાદ પોલીસે ધમકી આપનાર સ્ટ્રગલર એક્ટરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે. આરોપી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરતો હતો અને તેની પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ લખતો હતો. પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 506 (2) (ધમકી) અને 354 (ડી) (મહિલાનું અપમાન) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓ સામે IT એક્ટ 67 (અશ્લીલ ફોટા, વીડિયો અને કોમેન્ટ્સ પોસ્ટ કરવા) હેઠળ પણ કેસ નોંધ્યો છે.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કેટરિના કૈફને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરી રહ્યો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામ પર જ અભિનેત્રીને ધમકીભર્યો મેસેઝ મોકલ્યો હતો. વિકી કૌશલે ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, આરોપી તેની પત્નીને સ્ટોક કરતો હતો અને ધમકીઓ આપતો હતો.

વિકી અને કેટરિના હાલમાં જ કેટરિનાના જન્મદિવસની ઉજવણી નિમિતે માલદીવ ગયા હતાં. ત્યાર બાદ વિકીએ આ ધમકી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!