Dark Mode
Monday, 23 December 2024
Logo banner

રણવીરે મુંબઈના બાંદ્રામાં સૌથી મોંઘો રૂા.119 કરોડનો આલીશાન-વૈભવી ફલેટ ખરીદ્યો

રણવીરે મુંબઈના બાંદ્રામાં સૌથી મોંઘો રૂા.119 કરોડનો આલીશાન-વૈભવી ફલેટ ખરીદ્યો

સી-વ્યૂ ધરાવતા બિલ્ડીંગમાં 16થી 19 એમ ચાર માળના 11266 સ્કવેર ફૂટના ક્વા ડુપ્લેક્સ ફલેટમાં 1300 ફૂટની ટેરેસ

બાંદ્રામાં સલમાન-શાહરૂખના નિવાસોની વચ્ચે રણવીર રહેશે : 19 કાર પાર્કિંગ : રૂા. 7.13 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચુકવી
બોલીવુડ અભિનેતા રણવીરસિંહે મુંબઈના સૌથી મોંઘા રેસીડેન્સીયલ ફલેટની ખરીદી કરી છે. સી-વ્યૂ ધરાવતા ક્વાડુપ્લેકસ ફલેટ 11266 સ્કવેર ફીટનો છે અને 119 કરોડમાં તેની ખરીદી કરવામાં આવી છે. મુંબઈનો સૌથી મોંઘો રહેણાંક ફલેટ પૈકીનો એક ગણાય છે. ફલેટની ખરીદીમાં 7.13 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે.

મુંબઇના સૌથી પોશ એવા બાંદ્રામાં ‘સાગર રેશમ’ નામના સુપર પ્રિમીયમ રેસીડેન્સીયલ ટાવરના 16 થી 19 માળ રણવીરસિંહે ખરીદ કર્યા છે. ક્વાડુપ્લેકસ ફલેટનો વિસ્તાર 11266 સ્કવેર ફીટનો જવા થાય છે જેમાં 1300 સ્કવેર ફૂટનો ટેરેસ છે. સલમાન ખાનના ગેલેક્સી અને શાહરુખ ખાનના મન્નત બંગલોની વચ્ચે જ આ એપાર્ટમેન્ટ આવેલું છે. ઓહ ફાઈવ ઓહ મીડિયા વર્કસ એલ.એલ.પી. મારફત આ ફલેટની ખરીદી કરી છે. એનોમ નાગપાલ રિયાલીટી એલએલપી દ્વારા આ ફલેટ વેચવામાં આવ્યા હતા અને 8મી જુલાઈએ તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કરારના ભાગરુપે બિલ્ડીંગમાં રણવીરસિંહને 19 કાર પાર્કિંગના સ્લોટ મળશે.

દેશમાં સૌથી મોંઘી પ્રોપર્ટી માર્કેટ ધરાવતા મુંબઈમાં કોરોના કાળ દરમિયાન રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત જાહેર કરી હતી અને ત્યારથી મહાનગરમાં મોટી માત્રામાં પ્રોપર્ટી ડીલ થઇ રહ્યા છે. 31 માર્ચ, 2021ના રોજ રાહત ખત્મ થઇ જવા છતાં પ્રોપર્ટી ડીલ તહેવારોમાં કોઇ બ્રેક નથી અને નવા-નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા છે. તાજેતરમાં આઈનોક્સના ગ્રુપનો પ્રમોટર સિધ્ધાર્થ જૈને વરલીમાં 144 કરોડનો ક્વાડુપ્લેક્સ ખરીદ કર્યો હતો તે અત્રે ઉલ્લેખનીય છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!