Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

મિરઝાપુર-3: ગોળી વાગ્યા બાદ કાલીન ભૈયા અને મુન્ના ભૈયાનું શું થયું? કાલીન ભૈયાએ પોતે જ લીક કરી સ્ટોરી

મિરઝાપુર-3: ગોળી વાગ્યા બાદ કાલીન ભૈયા અને મુન્ના ભૈયાનું શું થયું? કાલીન ભૈયાએ પોતે જ લીક કરી સ્ટોરી

પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, દરેકમાં સત્તાની ભૂખ હોય છે અને મારી આ ભૂખ મિરઝાપુર સિરીઝના માધ્યમથી સંતોષાઈ રહી છે

મિરઝાપુર વેબ સિરીઝ વર્ષ 2018માં આવી હતી. આ સિરીઝને તેના પહેલા ભાગથી જ દર્શકોનો અઢળક પ્રેમ મળ્યો હતો. મિરઝાપુર સિરીઝે ગજબની ફેન ફોલોઈન્ગ મેળવી છે. આ સિરીઝનો પહેલો અને બીજો ભાગ ખૂબ જ ગાજ્યો હતો અને હવે દર્શકો આતુરતાપૂર્વક તેની ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝના બીજા ભાગના અંતમાં કાલીન ભૈયાને ગોળી વાગી હતી. તે સીન જોઈને દર્શકો ઉદાસ થઈ ગયા હતા.

થોડા દિવસ પહેલા ગુડ્ડુ ભૈયાએ મિરઝાપુર સિઝન-3નો પોતાનો લુક શેર કર્યો હતો. તે લુક જોયા બાદ ચાહકો એ વાત જાણવા માટે અધીરા થઈ ગયા હતા કે, 'ગોળી વાગ્યા બાદ કાલીન ભૈયા અને મુન્ના ભૈયાનું શું થયું ?' આ સવાલનો જવાબ કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીએ પોતે જ આપી દીધો છે. તેમણે મિરઝાપુર સિઝન-3ની સ્ટોરી લીક કરી દીધી છે, જેને સાંભળીને ચાહકો આનંદથી ઉછળી પડશે.

પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં જ મિરઝાપુર સિઝન-3નું શૂટિંગ શરૂ કરવાના છે. તેઓ પોતાના કોસ્ચ્યુમનું ટ્રાયલ કરવાના છે. ત્યારબાદ એક અઠવાડિયામાં શૂટિંગ શરૂ થશે. તેમણે કહ્યું હતું કે, હું હવે આખી સ્ક્રિપ્ટ સાંભળીશ. હું ફરીથી કાલીન ભૈયા બનવા માટે ખરેખર ખૂબ જ એક્સાઈટેડ છું. પંકજ ત્રિપાઠીએ આગળ જણાવ્યું હતું કે, કાલીન ભૈયાનો રોલ કરવામાં ખૂબ જ મજા આવે છે. હું વાસ્તવિક જીવનમાં એક શક્તિહીન માણસ છું. આ કારણે હું કાલીન ભૈયાના માધ્યમથી જ શક્તિનો અનુભવ કરૂં છું. તેમણે કહ્યું હતું કે, દરેકમાં સત્તાની ભૂખ હોય છે અને મારી આ ભૂખ મિરઝાપુર સિરીઝના માધ્યમથી સંતોષાઈ રહી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!