Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રણબીર કપૂરનો 'શમશેરા'નો લુક થયો લીક, ચોકલેટી બોયને ડાકુના અવતારમાં જોઈને ચાહકોમાં આનંદ છવાયો

રણબીર કપૂરનો 'શમશેરા'નો લુક થયો લીક, ચોકલેટી બોયને ડાકુના અવતારમાં જોઈને ચાહકોમાં આનંદ છવાયો

ઘણાં લાંબા સમયથી અભિનેતા રણબીર કપૂરના ચાહકો તેની આગામી ફિલ્મ 'શમશેરા'ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે અને સૌ તેની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. જોકે હવે ફિલ્મ શમશેરામાં રણબીરનો એક લુક વાયરલ થઈ ગયો છે. કોઈકે ટ્વિટર પર રણબીરનું કેરેક્ટર પોસ્ટર લીક કરી દીધું છે.

ટ્વિટર પર હાલ #Shamshera ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સ આ હેશટેગની સાથે રણબીર કપૂરના પોસ્ટરને સતત શેર કરી રહ્યા છે. આ પોસ્ટરમાં રણબીર પહેલા કદી ન દેખાયો હોય તેવા લુકમાં જોવા મળી રહ્યો છે. શમશેરામાં રણબીર એક ડાકુનો રોલ ભજવી રહ્યો છે.

પોસ્ટરમાં રણબીર કપૂર ડાકુના અવતારમાં લાંબી દાઢી, મૂંછો અને લહેરાતા વાળ સાથે જોવા મળે છે. આ સાથે જ તેણે ફાટેલા અને ધૂળમાં રગદોળાયેલા હોય તેવા કપડા પહેરેલા છે. આ ઉપરાંત તેના હાથમાં એક મોટું કુહાડી જેવું ધારદાર હથિયાર છે અને તેના મોઢા પર ગુસ્સો ઝળકી રહ્યો છે. આ ઉપરાંત પોસ્ટરમાં ફિલ્મની ટેગલાઈન- 'કર્મ સે ડકૈત, ધર્મ સે આઝાદ' પણ લખેલી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!