Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

94 વર્ષના ભગવાની દેવીએ માત્ર 24.74 સેકન્ડમાં 100 મીટર દોડી જીત્યો ગોલ્ડ મેડલ

94 વર્ષના ભગવાની દેવીએ માત્ર 24.74 સેકન્ડમાં 100 મીટર દોડી જીત્યો ગોલ્ડ મેડલ

ફિનલેન્ડમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં હરિયાણાના ‘દાદી’એ વગાડ્યો ભારતનો ડંકો: એક ગોલ્ડ ઉપરાંત બે બ્રોન્ઝ પણ જીત્યા

ભારતીય યુવા ખેલાડીઓ દુનિયાભરની રમત સ્પર્ધાઓમાં દેશનો ડંકો વગાડી રહ્યા છે. આ બધાની વચ્ચે 94 વર્ષના ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનિશપમાં ગોલ્ડ મેડલ જીતીને બતાવી દીધું છે કે સીનિયર સિટીઝન પણ કોઈનાથી કમ નથી. ચેમ્પિયનશિપમાં ભગવાની દેવીએ ગોલ્ડ મેડલ ઉપરાંત બે બ્રોન્ઝ સહિત ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે.

ફિનલેન્ડના ટામ્પરેમાં આયોજિત ચેમ્પિયનશિપમાં હરિયાણાના ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ રમતમાં માત્ર 24.74 સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં તેઓ શોટપુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. રમત-ગમત મંત્રાલયે તેમની સફળતા અંગે કહ્યું કે ભગવાની દેવીએ સાબિત કર્યું છે કે સફળતાના માર્ગમાં ઉંમર ક્યારેય અડચણરૂપ બનતી નથી. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત 1975માં કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપમાં 35 વર્ષથી વધુની ઉંમરના ખેલાડીઓ ભાગ લઈ શકે છે.

પ્રારંભે માત્ર પાંચ એઈઝ ગ્રુપને સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ હવે આ ટૂર્નામેન્ટમાં 12 એઈઝ ગ્રુપમાં વિવિધ રમતો આયોજિત કરવામાં આવે છે. પ્રથમ એઈઝ ગ્રુપમાં 35થી ઉપરની આયુ વર્ગનું છે. જ્યારે બીજું 40થી ઉપર, ત્રીજું 45થી ઉપર, ચોથું 50થી ઉપર, પાંચમું 55થી ઉપર, છઠ્ઠું 60 વર્ષથી ઉપર, સાતમું 65 વર્ષથી ઉપર, આઠમું 70 વર્ષથી ઉપર, નવમું 75 વર્ષથી ઉપર, દસમું 80 વર્ષથી ઉપર, અક્ષીયારમું 85 વર્ષથી ઉપર અને બારમું 90 વર્ષથી ઉપરનું એઈઝ ગ્રુપ છે.

આ ટૂર્નામેન્ટમાં એથ્લેટિક્સની અનેક સ્પર્ધાઓ સામેલ છે. જેમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટર, 500 મીટર રનિંગ, શોર્ટ હર્ડલ (80, 100 અને 110 મીટર), લોંગ હર્ડલમાં 200, 300 અને 400 મીટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટીપલ ચેઈઝ, 4 બાય 100 મીટર રિલે, 4 બાય 400 મીટર રીલે, 5000 મીટર વૉક રેસ, હાઈ જમ્પ, પોલ વોલ્ટ, ત્રિપલ જમ્પ, શોટ પુટ, ડિસ્કસ થ્રો, જેવલિન, હેમર થ્રો, હેપ્ટાથલન, હાફ મેરેથોન, 10 મીટર રોડ વૉક, 20 મીટર રોડ વૉક અને ક્રોસ ક્ધટ્રી રેસ સામેલ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!