શૂટિંગ વર્લ્ડકપમાં મૈરાજ ખાને રચ્યો ઈતિહાસ: ‘સ્કિટ’માં દેશને પહેલીવાર અપાવ્યો ગોલ્ડ મેડલ
2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા મૈરાજે ફાઈનલમાં કોરિયા-બ્રિટનના ખેલાડીને આપી પછડાટ: પાંચ ગોલ્ડ સહિત 13 મેડલ સાથે ભારત વર્લ્ડકપમાં અવ્વલ, કોરિયા બીજા તો સર્બિયા ત્રીજા ક્રમે
બે વખતના ઓલિમ્પિયન મૈરાજ અહમદ ખાને કોરિયામાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડકપ સ્કિટમાં દેશને પહેલીવાર ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ પહેલાં તેણે 2016 રિયો વર્લ્ડકપમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. તેના ગોલ્ડ જીતવાની સાથે જ ભારતે અત્યાર સુધીમાં વર્લ્ડકપની અંદર પાંચ મેડલ જીતી લીધા છે અને અત્યારે મેડલ ટેલીમાં ભારત પ્રથમ નંબરે છે.
મૈરાજે ફાઈનલમાં 40 શૉટમાંથી 37નો સ્કોર કર્યો હતો. જ્યારે કોરિયાનું મિંસુ કિમ 36ના સ્કોર સાથે બીજા અને બ્રિટનનો બેન લીવેલિન 26ના સ્કોર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. યુપીના બુલંદશહર જિલ્લામાંથી આવતો મૈરાજ પાછલા 15 વર્ષથી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો આવ્યો છે. આ દરમિયાન કૉમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપ, એશિયન ચેમ્પિયનશિપ ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પણ તેણે મેડલ જીત્યા છે.બીજી બાજુ વુમન-થ્રી પોઝીશન 50 મીટર ટીમ ઈવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ટીમમાં અંજુમ મૌદગીલ, અશી ચૌકસે અને સિફટ કૌર સામરા સામેલ હતી.
ભારતીય ટીમે ત્રીજા સ્થાન માટે મેચમાં ઑસ્ટ્રીયાની શેલીન વેબલ, નદીન ઉંગેરૈન્ક અને રેબેકા કોએકની ટીમને 16-6થી હરાવી હતી. આ પહેલાં વ્યક્તિગત ઈવેન્ટમાં અંજુમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે પાંચ મેડલ જીતવાની સાથે જ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ મેળવી લીધો છે. ટૂર્નામેન્ટમાં ભારતના કુલ 13 મેડલ થઈ ગયા છે. પાંચ ગોલ્ડ ઉપરાંત ભારતીય શૂટરોએ પાંચ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આઠ મેડલ સાથે કોરિયાની ટીમ બીજા સ્થાને છે. કોરિયાએ ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. જ્યારે ત્રણ ગોલ્ડ સાથે સર્બિયાની ટીમ ત્રીજા ક્રમે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!