કટોકટીની સ્થિતિ વચ્ચે શ્રીલંકાને વધુ એક ઝટકો: એશિયા કપનું આયોજન હવે યુએઈમાં થશે
સ્થિતિ દરરોજ બગડી રહી હોય અહીં ટૂર્નામેન્ટ રમાડવી શક્ય લાગતી નથી: 26 ઑગસ્ટથી થવાનો છે ટૂર્નામેન્ટનો પ્રારંભ
શ્રીલંકામાં રાજકીય અસ્થિરતાની અસર હવે ક્રિકેટ ઉપર પણ પડી રહી છે. જો કે શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે પરંતુ એશિયા કપ ઉપર સંકટના વાદળો ઘેરાઈ જવા પામ્યા છે. એશિયાકપ-2022નું આયોજન શ્રીલંકામાં થવાનું છે આવામાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સચિવ મોહન ડે સિલ્વાએ એશિયા કપના આયોજન અંગે મોટું નિવેદન આપ્યું છે. સિલ્વાએ કહ્યું કે દેશમાં રાજકીય અસ્થિરતાને પગલે એશિયા કપનું આયોજન યુએઈમાં થઈ શકે છે.
તેમણે કહ્યું કે એશિયન ક્રિકેટ કાઉન્સીલે શ્રીલંકાને એશિયા કપની મેજબાની આપી હતી પરંતુ દેશની સ્થિતિ જોતાં આ ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં કરવાની વિચારણા ચાલી રહી છે. શ્રીલંકાની સ્થિતિ દરરોજ બગડી રહી છે અને તેના કારણે અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે ખખડી જવા પામી છે. આ ઉપરાંત ઈંધણ સહિતની મુળભુત વસ્તુઓની કમી હોવાને કારણે લોકોમાં પણ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે સાથે જ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જે ખેલાડીઓની સુરક્ષા માટે ખતરો બની શકે છે.
અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી શ્રીલંકામાં કોઈ પણ ભોગે એશિયા કપનું આયોજન થઈ શકે તેવું લાગી રહ્યું નથી અને એ વાતની સંભાવના પણ બહુ ઓછી છે કે એશિયા કપનું આયોજન થાય ત્યાં સુધીમાં સ્થિતિ સુધરશે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 26 ઑગસ્ટથી 11 સપ્ટેમ્બર વચ્ચે પ્રસ્તાવિત છે. એવું મનાય રહ્યું છે કે તારીખોમાં ફેરફાર થઈ શકે છે પરંતુ એવું બને તેની સંભાવના બહુ ઓછી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે એશિયા કપ શ્રીલંકામાં થાય પરંતુ જો તે નહીં થાય તો શ્રીલંકા બોર્ડને મોટું નાણાકીય નુકસાન જશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!