ઈજામાં કોઈ જ સુધારો ન થતા બીજી વન-ડેમાં પણ નહીં રમે કોહલી
કોહલી ઉપરાંત અર્શદીપ સિંહ પણ થયો ઘાયલ: ફોર્મની સાથે સાથે હવે કોહલીને શરીર પણ સાથ આપી રહ્યું નથી
વિરાટ કોહલીને ફોર્મની સાથે સાથે શરીર પણ સાથ આપી ન રહ્યું હોય તેવું લાગી રહ્યું નથી. કોહલી ગ્રોઈન ઈન્જરીને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી વન-ડે રમી શક્યો નહોતો ત્યારે હવે બીજી વન-ડેમાં પણ તેનું રમવું અનિશ્ચીત છે. અહેવાલોની માનીએ તો કોહલીની ઈજામાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી આવામાં તે લોર્ડસમાં કાલે રમાનારી બીજી વન-ડેમાં પણ રમી શકશે નહીં.
બર્મિંઘમમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ફિલ્ડિંગ દરમિયાન કોહલી ઈજાગ્રસ્ત થયો હતો. કોહલી ઉપરાંત ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કેનિંગ્ટન ઓવલમાં રમાયેલી પહેલી વન-ડેમાં કોહલીના સ્થાને શ્રેયસ અય્યરને રમવાની તક મળી હતી. વન-ડેમાં બહાર હોવા છતાં કોહલી ટીમ સાથે કેનિંગ્ટન ઓવલમાં આવ્યો હતો અને ડ્રેસિંગ રૂમમાં બેઠેલો જોવા મળ્યો હતો.
જો કે તેણે પ્રેક્ટિસમાં ભાગ લીધો નહોતો એટલા માટે હવે કાલની વન-ડેમાં પણ તે રમે તેવી શક્યતા બહુ ઓછી છે. કોહલીને ઈજા એવા સમયે થઈ છે જ્યારે તે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેની ટીમમાં જગ્યાને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે તે બીજી વન-ડેમાંથી પણ બહાર જોવા મળી રહ્યો છે આવામાં તેની પાસે ટી-20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા બનાવવા માટે ઘણી ઓછી તક છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે પણ કોહલીએ આરામ આગ્યો છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!