Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ચાલુ નાણાંકીય વર્ષના એડવાન્સ ટેક્સ કલેકશનમાં 48 ટકાની વૃધ્ધિ

ચાલુ નાણાંકીય વર્ષના એડવાન્સ ટેક્સ કલેકશનમાં 48 ટકાની વૃધ્ધિ

એડવાન્સ ટેક્સના પ્રથમ હપ્તામાં 42679 કરોડની વસુલાત : મુંબઈમાં 60 ટકાની વૃધ્ધિ

કોરોનાકાળ બાદ ભારતીય અર્થતંત્ર ધમધમવા સાથે નોર્મલ સ્તરે આવી ગયું હોય તેમ ટેક્સ કલેકશનમાં સતત વૃધ્ધિ થઇ રહી છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના એડવાન્સ ટેક્સ કલેકશનમાં 48 ટકાનો મોટો વધારો થયો છે. એપ્રિલથી જુન મહિનાના ત્રણ માસના ગાલાનો એડવાન્સ ટેક્સ 15 જૂને જતા કરાવવાનો થાય છે.

એડવાન્સ ટેક્સ કલેકશન 42679 કરોડ થયું છે. જે ગત નાણાં વર્ષના આ ગાળા કરતા 48 ટકા વધુ છે. કોર્પોરેટ એડવાન્સ ટેક્સ 18357.5 કરોડથી વદીને 26798.6 કરોડ મળ્યો છે જ્યારે પર્સનલ ઇન્કમટેક્સ 52.4 ટકા વધીને 15881 કરોડ મળ્યો છે જે ગત વર્ષના આ ગાળામાં 10422 કરોડ હતો. સુત્રોના કહેવા પ્રમાણે એડવાન્સ ટેક્સ કલેકશનના આ પ્રાથમિક આંકડા છે અને તેમાં બદલાવ થઇ શકે છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન સીધા કરવેરા વસુલાતનો ટારગેટ 14.20 લાખ કરોડનો નક્કી કરાયો છે.

15 જૂનની સ્થિતિએ 3.10 લાખ કરોડની વસુલાત થઇ હતી. ગત વર્ષ સુધી અર્થતંત્ર કોવિડ મહામારીને કારણએ ભીંસમાં હતું પરંતુ હવે તેમાંથી મુક્ત થઇ ગયું છે. ચાલુ વર્ષમાં સીધા અને આડકતરા વેરા મળીને કુલ ટેક્સ વસુલાતનાં અંદાજ 27.58 લાખ કરોડનો મુકવામાં આવ્યો છે જે ગત વર્ષના 25.16 લાખ કરોડ કરતા 9.6 ટકા વધુ થવા જાય છે. વધતી ટેક્સ વસુલાતથી વધતા સબસીડી બીલમાં સરકારને રાહત મળી શકે છે. મુંબઈના એડવાન્સ ટેક્સ કલેકશનમાં 60 ટકા, ચેન્નઇ-પુનામાં 40-40 ટકાની વૃધ્ધિ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!