Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

6 વર્ષ બાદ ઝીમ્બાબ્વેના પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા: 18 ઑગસ્ટથી ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાશે

6 વર્ષ બાદ ઝીમ્બાબ્વેના પ્રવાસે જશે ટીમ ઈન્ડિયા: 18 ઑગસ્ટથી ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાશે

આ શ્રેણી આઈસીસી વન-ડે સુપર લીગનો હિસ્સો હોવાથી ઝીમ્બાબ્વે માટે અત્યંત મહત્ત્વની

ભારતીય ક્રિકેટ ટીમ આવતાં મહિને ત્રણ મેચની વન-ડે શ્રેણી રમવા માટે ઝીમ્બાબ્વેના પ્રવાસે જશે. આ શ્રેણી આઈસીસી વન-ડે સુપર લીગનો હિસ્સો રહેશે અને ક્રમશ: 18, 20 અને 22 ઑગસ્ટ માટે નિર્ધારિત ઘરેલું ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે કેમ કે શ્રેણીના પોઈન્ટ આવતાં વર્ષના વન-ડે વર્લ્ડકપના ક્વોલિફિકેશન માટે ગણવામાં આવશે.

જો કે આ આયોજન ભારત માટે એટલું મહત્ત્વપૂર્ણ નથી કેમ કે તેણે ઑક્ટોબર-2023માં રમાનારા વર્લ્ડકપ માટે સીધું ક્વોલિફાય કર્યું છે. ખાસ કરીને છ વન-ડે મેચ ભારત આ મહિને ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક પછી એક રમવા માટે તૈયાર છે જે આઈસીસીની વન-ડે સુપરલીગનો હિસ્સો નથી. ઝીમ્બાબ્વે ક્રિકેટના એક અધિકારીએ કહ્યું કે અમે ભારતની મેજબાની કરવા માટે અત્યંત ખુશ છીએ અને આ શ્રેણી કાંટે કી ટક્કર સમી બની રહેવાની આશા રાખીએ છીએ. આ તમામ મેચ રાજધાનીના હરારે સ્પોર્ટસ ક્લબ ઉપર રમાવાના છે અને ભારતીય ટીમ 15 ઑગસ્ટે હરારે પહોંચી જાય તેવી શક્યતા છે.

ટીમના પૂર્વ કોચ લાલચંદ રાજપૂતે કહ્યું કે ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ ઝીમ્બાબ્વેના ખેલાડીઓને રમવા માટેનો ઉમદા અવસર છે. કુલ મળીનેશ્રેણી ઝીમ્બાબ્વે માટે અત્યંત મહત્ત્વની છે. ઉલ્લેખનીય છે કે ભારતનો છ વર્ષમાં પહેલો ઝીમ્બાબ્વે પ્રવાસ છે. પાછલી વખતે ભારત ત્યારે આવ્યું હતું જ્યારે ધોનીની આગેવાનીવાળી ટીમે જૂન-જૂલાઈ-2016માં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!