Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

હેપ્પી બર્થ-ડે દાદા: ગ્રાઉન્ડની સાથે વિશ્વ ક્રિકેટમાં ભારતનો ડંકો વગાડનાર ગાંગૂલીનો જન્મદિવસ

હેપ્પી બર્થ-ડે દાદા: ગ્રાઉન્ડની સાથે વિશ્વ ક્રિકેટમાં ભારતનો ડંકો વગાડનાર ગાંગૂલીનો જન્મદિવસ

સચિન તેંડુલકરે ગાંગૂલી સાથેનો એક રસપ્રદ કિસ્સો કર્યો શેયર

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગૂલીનો આજે જન્મદિવસ છે. તેમણે સચિન તેંડુલકર સાથે મળીને અનેક મેચવિનિંગ ઈનિંગ રમી છે. આ બન્ને દિગ્ગજ ખેલાડી વન-ડેમાં ઓપનર તરીકે અનેક મેચમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. મહત્ત્વની વાત એ છે કે આ બન્ને મેદાનની સાથે સાથે મેદાનની બહાર પણ શ્રેષ્ઠ જોડીદાર રહ્યા છે.

ગાંગૂલી આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે આ પ્રસંગે તેમના સાથે બનેલી એક રસપ્રદ ઘટના જાણવા જેવી છે. ગાંગૂલી-સચિનની મીત્રતા ઘણી ઉંડી છે. 1991ના પ્રવાસે સૌરવ-સચિન એક જ રૂમમાં રહેતા હતા. સચિને કહ્યું કે એ સમયે અમે સારો સમય પસાર કર્યો હતો. અમે બન્ને અન્ડર-15ના દિવસોથી સાથે જ છીએ. આ જ કારણથી અમારી મીત્રતા સારી છે.

સચિને ગાંગૂલી સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેયર કર્યો છે. તેણે કહ્યું કે મીત્રો સાથે મળીને અમે ગાંગૂલીના રૂમમાં પાણી ભરી દીધું હતું. સચિન સાથે આ દરમિયાન જતિન પ્રજંપે અને કેદાર ગોડબોલે પણ હાજર હતા. ગાંગૂલી જ્યારે બપોરે સૂઈ રહ્યા હતા ત્યારે આ બન્નેએ તેના રૂમમાં પાણી ભરી દીધું હતું.

જ્યારે ગાંગૂલી જાગ્યા તો તેમણે જોયું કે તેમની સૂટકેસ પાણીમાં તરી રહી છે. આ જોઈ તેઓ ગભરાઈ ગયા હતા. જો કે ગાંગૂલીને એ વાતની ખબર પડી ગઈ હતી કે સચિને જતિન અને કેદાર સાથે મળીને આ કામ કર્યું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!