Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં 28 જૂલાઈથી 8 ઑગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ ગેમ્સમાં આ વખતે ભારતના 215 ખેલાડીઓ ડંકો વગાડશે: જર્સીનું લોન્ચીંગ

ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં 28 જૂલાઈથી 8 ઑગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ ગેમ્સમાં આ વખતે ભારતના 215 ખેલાડીઓ ડંકો વગાડશે: જર્સીનું લોન્ચીંગ

108 પુરુષ, 107 મહિલા ખેલાડી લેશે ભાગ: પહેલીવાર મહિલા ક્રિકેટ રમાશે: ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં 28 જૂલાઈથી 8 ઑગસ્ટ સુધી રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અત્યાર સુધી બીજી સૌથી મોટી ટુકડી ઉતારશે ભારત: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિતનાની હાજરીમાં જર્સીનું અનાવરણ

28 જૂલાઈથી ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ-2022માં આ વખતે ભારતના 215 ખેલાડીઓ ભાગ લેશે. આ ખેલાડીઓમાં 108 પુરુષ અને 107 મહિલા ખેલાડી સામેલ છે. જ્યારે આ ખેલાડીઓની મદદ માટે 81 સપોર્ટિંગ સ્ટાફ (કોચ, સહાયક કોચ, ફિઝિયો, મેનેજર) પણ બર્મિંઘમ માટે રવાના થશે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ખેલાડીઓની જર્સી લોન્ચ થઈ ચૂકી છે.

નવીદિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓની જર્સી લોન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા અને જર્સીનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે મને બહુ ખુશી થઈ રહી છે કે આ વખતે મહિલા અને પુરુષ ખેલાડી બરામરની સંખ્યામાં કોમનવેલ્થ ગેમ્સનો હિસ્સો બનશે.

જો કે મહત્તમ રમતોમાં હજુ પણ મહિલા ખેલાડીઓની સંખ્યા ઓછી છે પરંતુ ક્રિકેટ ટીમને તક મળવાને કારણે મહિલા ખેલાડીઓની સંખ્યા પુરુષો બરાબર થઈ ગઈ છે.મહિલા ક્રિકેટ પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સનો હિસ્સો બન્યું છે. જ્યારે પુરુષ ક્રિકેટને હજુ પણ કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરાયું નથી. આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 28 જૂલાઈથી શરૂ થઈને 8 ઑગસ્ટ સુધી ચાલશે.

ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં 12 દિવસ સુધી અત્યંત ચહલ-પહલ જોવા મળશે. આ ટૂર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત અનેક મોટા દેશો સામેલ થશે. ભારતમાં અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માત્ર એક વખત કરવામાં આવ્યું છે. 2010માં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 101 મેડલ જીત્યા હતા અને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!