Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ઈંગ્લીશ ક્રિકેટના કેપ્ટન ઈયોન મોર્ગને લીધો સંન્યાસ

ઈંગ્લીશ ક્રિકેટના કેપ્ટન ઈયોન મોર્ગને લીધો સંન્યાસ

ઈંગ્લેન્ડને નવી જ ટોચ પર લઈ જવામાં મહત્ત્વનું યોગદાન આપનાર મોર્ગન છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ-ઈજા સામે ઝઝૂમી રહ્યો’તો
ઈંગ્લીશ ક્રિકેટના એક સુવર્ણ અધ્યાયનો અંત આવી ગયો છે. શાનદાર નેતૃત્વ કૌશલથી મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ઈંગ્લેન્ડને ટોચ પર પહોંચાડનારા કેપ્ટન મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

ઈંગ્લેન્ડના 2015 ક્રિકેટ વિશ્ર્વકપમાં નિરાશાજનક નિષ્ફળતા બાદ મોર્ગને ટીમની કમાન સંભાળતાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં બેખૌફ અને આક્રમક દૃષ્ટિકોણ અપનાવીને ટીમને અભૂતપૂર્વ ઉંચાઈએ લઈ જવામાં સફળતા મેળવી હતી. તેના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે 2019માં પહેલીવાર વન-ડે વિશ્ર્વકપમાં ચેમ્પિયન બન્યું હતું અને તેણે દરેક મોટી ટીમને આ શ્રેણીમાં પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.

જો કે મોર્ગન પોતાનું ઘરેલું ક્રિકેટ રમવાનું યથાવત રાખશે અને ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં લંડન સ્પિરિટની કેપ્ટનશિપ પણ કરશે. મોર્ગનના આ નિર્ણયની સંભાવના હતી જ કેમ કે તે ખરાબ ફોર્મ તેમજ ઈજાથી ઝઝૂમી રહ્યો હતો.

મોર્ગનના નામે સૌથી વધુ વન-ડે (248) અને ટી-20 (155) મેચોની સાથે બન્ને ફોર્મેટમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 2015માં એલેસ્ટર કુકના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત થયા બાદ મોર્ગને 126 વન-ડે અને 72 ટી-20માં નેતૃત્વ કર્યું હતું.

મોર્ગને 115 ટી-20 મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં 28.58 રનની સરેરાશથી 2458 રન ફટકાર્યા હતા. તેણે 120 છગ્ગા ટી-20માં લગાવ્યા હતા જે ઈંગ્લેન્ડ વતી 100થી વધુ છગ્ગા લગાવનારો પહેલો બેટર છે. તેના નામે 13 સદી પણ નોંધાઈ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!