સોનાની હેરફેર માટે ઈ-વે બીલ ફરજીયાત થશે
જીએસટી મંત્રી પરિષદની પ્રસ્તાવ પર અમલની તૈયારી
નવી દિલ્હી: આગામી સપ્તાહે મળનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં સોનાની હેરફેરને ઈ-વે બીલ હેઠળ આવરી લેવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે. દેશમાં જીએસટીના સમયના પાંચ વર્ષ પુરા થઈ રહ્યા છે અને હવે જીએસટી માટેની મંત્રી પરિષદ દ્વારા ઈ-વે બીલ સીસ્ટમને મજબૂત બનાવવાના પ્રસ્તાવ છે જેમાં સૌથી મહત્વનું સોનુ તથા અન્ય કિંમતી રત્નોની વ્યાપારી ટ્રાન્સપોર્ટેશનમાં ઈ-વે બીલ જરૂરી બનાવવાનો પ્રસ્તાવ છે.
હાલ જીએસટી હેઠળ આવરી લેવાયેલા ઉત્પાદનોમાં રૂા.50000થી ઉપરની કિંમતના સામાન માટે ઈ-વે બીલ જરૂરી છે પણ સોનુ તથા અન્ય કિંમતી રત્નોને તેમાંથી બાકાત રખાયાના ખાસ કરીને સોનામાં મોટા પાયે દાણચોરી તથા બેનામી વ્યવહારો થાય છે અને સરકારને તેનાથી ટેક્ષની મોટી આવક પણ ગુમાવવી પડે છે. કરચોરીમાં પણ સોનાના ખરીદીનો વ્યાપક ઉપયોગ થાય છે.
રૂા.2 લાખથી વધુના સોનાના પરિવહન માટે જીએસટી હેઠળ નવો નિયમ લાગુ થશે: રાજયોને સીમા મર્યાદા વધારાની છૂટ: રૂા.20 કરોડથી વધુના વાર્ષિક ટર્નઓવર ધરાવતા ડીલર્સ-જવેલર્સ માટે જોગવાઈ
સરકારે અગાઉ સોનાથી રૂા.2 લાખથી વધુની ખરીદી-વેચાણમાં ‘પાન’ ફરજીયાત સહિતની જોગવાઈ અમલમાં મુકી છે પણ હવે પ્રથમ વખત સોનાની હેરફેર માટે ઈ-વે બિલ જરૂરી બનાવાશે જેમાં રૂા.2 લાખથી વધુની કિંમતના સોના માટે આ જોગવાઈ અમલી બનશે. તા.28-29 જૂનના જીએસટી કાઉન્સીલની બેઠક મળનાર છે. જેમાં આ પ્રસ્તાવ પર વિચારણા થશે. જો કે આ અંગેના પ્રસ્તાવમાં રાજયોને રૂા.2 લાખથી વધુ સીમા નિશ્ચીત કરવાનો અધિકાર રહેશે. ખાસ કરીને સોનાના હાલ જે ઉંચા ભાવ છે તે જોતા રૂા.2 લાખની મર્યાદા ખૂબ જ ઓછી હોવાની રજુઆત પણ અનેક રાજયો કરી શકે છે.
આ સમીતીએ બીઝનેસ ટુ બીઝનેસ લેવડદેવડ માટે વર્ષે રૂા.20 કરોડ કે તેથી વધુના ટર્નઓવર ધરાવતા વ્યાપારી કંપનીઓ માટે સોના તથા કિંમતી રત્નોની હેરફેર માટે ઈ-વે બીલ ફરજીયાત બનાવવાનો આ પ્રસ્તાવ કર્યો છે. આ પ્રસ્તાવમાં જવેલર કે સોનાના ડીલરને જૂનું સોનું વેચવાથી જે દાવ પ્રણાલી છે તેમાં રીવર્સ શુલ્ક આધાર પર જીએસટી લગાવવાનો પણ પ્રસ્તાવ છે. જો કે તે હજુ પ્રાથમીક તબકકે છે અને ફીટમેન્ટ કમીટીને મોકલાશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
