Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

GST દરમાં હાલ ઘટાડો નહીં: વ્યાજદર વધશે

GST દરમાં હાલ ઘટાડો નહીં: વ્યાજદર વધશે

તા.28-29ના રોજ GST કાઉન્સીલની બેઠક પુર્વે ફીટમેન્ટ કમીટીની ભલામણો

➨ રેડી-ટુ-ઈટ ખાદ્ય પદાર્થો, બ્રાન્ડેડ સ્નેકસ, બાયોડિઝલ સહિતની 100 વસ્તુઓ પર જીએસટી ઘટાડવાની માંગ નકારતી કેન્દ્ર-રાજયોની કમીટી

➨ લેપટોપ, મોબાઈલ પરનો જીએસટી યથાવત રહેશે- ડેરી ઉત્પાદનો પરનો વેરો પણ નહી વધે- આખરી નિર્ણય કાઉન્સીલ કરશે

➨ હાલ 18 કે 28%ના સ્લેબમાં પણ ફેરફાર નહી થાય: જો કે ટેટ્રા પેક ઉત્પાદનો પોલીશ્ડ હિરા વિ. પરનો જીએસટી વધવાની શકયતા

નવી દિલ્હી: દેશમાં ફુગાવા સહિતના અર્થતંત્ર સામે સતત વધતા જતા પડકારો અને ચોમાસાની ‘ચાલ’ પણ હજું અનિશ્ચિત હોવાથી આગામી સમયમાં આમ આદમી માટે કપરા દિવસો નિશ્ચિત છે. ખાસ કરીને આગામી મહિને રિઝર્વ બેન્ક ફરી એક વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે તો બીજી તરફ આગામી સપ્તાહે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ખાસ કરીને રેડી-ટુ-ઈટ ખાદ્ય પદાર્થોથી લઈને ડેરી ઉત્પાદનો તંબાકુ તથા એર કન્ડીશન્ડ જેવી ઉપભોકતા વસ્તુઓ પર જીએસટી દરો ઘટવાની શકયતા નથી.

ખાસ કરીને એક તરફ વ્યાજદર વધવાથી અને રિઝર્વ બેન્કની નવી ધિરાણ નીતિમાં ફરી વ્યાજદર વધારાથી હવે ખરીદી પર બ્રેક લાગી શકે છે અને તેની સીધી અસર રાજય અને કેન્દ્ર સરકારની વેરા આવક પર થવાની શકયતા હોવાથી હાલ જીએસટીના સ્લેબમાં ફેરફાર કે અંદાજે 100થી વધુ ઉત્પાદનો પર જીએસટી ઘટાડાની દરખાસ્ત છે. તેને અધિકારીઓની કમીટી (ફીટમેન્ટ કમીટી) એ નકારી છે અને હવે જીએસટી કાઉન્સીલ પણ તેને માન્ય રાખી શકે છે.

આ કમીટી સમક્ષ જે ઉત્પાદનો 18% અને 28% જીએસટી દરો હેઠળ આવે છે તેમાં હાલ કોઈ બદલાવ નહી કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર અને રાજયોના મહેસુલ વિભાગના અધિકારીઓની સંયુક્ત કમીટી જીએસટી કાઉન્સીલ સમક્ષ જે પ્રસ્તાવ રજૂ થવાના હોય છે તેના પર પુર્વ વિચારણા કરે છે અને આ કમીટી સમી રેડી-ટુ-ઈટ ફુડઝ (તૈયાર ખાદ્ય પદાર્થ- જે પેકીંગમાં મળે છે) ઝડપથી બગડી શકતા ફળો, બ્રાન્ડેડ નમકીન (સ્નેકસ) ડેરી ઉત્પાદનો, એથનોલ, બાયોડીઝલ, તંબાકુ ઉત્પાદનો તથા ગૃહ ઉદ્યોગ અને હાથ બનાવટના ઉત્પાદનો સહિતની 100 વસ્તુઓ પર જીએસટી દરો વધારવાની દરખાસ્ત હતી.

જીએસટી પરિષદની બે દિવસની બેઠક તા.28-29 જૂનના મળનાર છે. જેમાં ફીટમેન્ટ કમીટી આ રિપોર્ટ પર વિચારણા કરીને અંતિમ નિર્ણય લેવાશે. ખાસ કરીને ટેટ્રા પેક ઉત્પાદનો પેકીંગમાં મળતા જયુસ, લસ્સી, રેડી-ટુ-ડ્રીન્કસ મીલ્ક વિ. પરનો જીએસટી 12% માંથી વધારીને 18% કરવાનો પ્રસ્તાવ કર્યો છે તો કટ અને પોલીશ્ડ હીરા પર હાલ 0.25% માંથી 1.50% કરવાનો પ્રસ્તાવ છે.

એરકન્ડીશન્ડ પર ના જીએસટી દરો યથાવત રાખવાના નિર્ણય પરનું કારણ સ્પષ્ટ કરતા કમીટીએ જણાવ્યું છે કે એ.સી.ના ઉત્પાદનના કાચા માલ પર 18% જીએસટી છે અને હવે જો એસી પરનો જીએસટી ઘટાડવાની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વધશે અને સરકારની આવક ઘટશે. મોબાઈલ અને લેપટોપ સહિતના ઈલેકટ્રોનીક ઉત્પાદનમાં સતત ભાવવધારો થતો જ રહે છે અને તેથી તેના પરની ટેક્ષ આવક વધે છે તેથી તેના પરનો 18% જીએસટી યોગ્ય છે. બ્રાન્ડેડ ફુડ, ઈન્સ્ટન્ટ ફુડ, મિકસચર પર કે ડેરી ઉત્પાદનો, ફલેવર્ડ મિલ્ક વિ. પર હાલ નિર્ણય લેવાશે નહી.

ઉપરાંત એથેનોલ પર 18% બાયો ડીઝલ પર 12% જીએસટી લાગે છે તે પેટ્રોલ-ડિઝલની સરખામણીમાં ઓછા છે તેથી તેમાં હાલ ફેરફાર કરવાની સરકારોની આવક ઘટશે. બીજી તરફ કમીટીએ ‘સેવા’ ક્ષેત્રમાં જીએસટી દરો ઘટાડવાની ભલામણ કરી છે જેમાં સોફટવેર, હોસ્પીટલો દ્વારા ચૂકવાતા ભાડા, ઓનલાઈન મીડીયા, ઈલેકટ્રીક વાહન ચાર્જીંગ અને બેટરી સેન્ટર વિ. પર દરો ઘટાડવા ભલામણ કરી છે.

બેન્ક ધિરાણ હજું મોંઘુ બનશે
દેશમાં અને વિશ્વમાં ફુગાવાની સતત વધી રહેલી ચિંતામાં બેન્ક ધિરાણ મોંઘુ કરીને સરકાર કડક આર્થિક નીતિ અપનાવી રહી છે તે આગામી સમયમાં જ ચાલુ રહેશે અને આગામી મહિને મળનારી રીઝર્વ બેન્કની મોનેટરી પોલીસીની બેઠકમાં ફરી એક વખત વ્યાજદર વધશે તેવા સંકેત છે. રીઝર્વ બેન્ક દ્વારા જૂન માસની મોનેટરી કમીટીની બેઠકની સમીક્ષા જાહેર કરી છે. જેમાં ફુગાવો ઘટાડવાનો જ લક્ષ્યાંક હાલ રીઝર્વ બેન્કનો હોવાનું જાહેર થયું છે અને તેથી જ જૂનના પ્રથમ સપ્તાહમાં 50 બેઝીક પોઈન્ટ રીપોરેટ વધારાયો હતો અને 4.90% કરાયો હતો અને તેથી હવે આગામી મહિને ફરી 25-30 બેઝીક પોઈન્ટ રેપોરેટ વધારીને વ્યાજ મોંઘુ કરાશે.

સેવા પરના જીએસટી દરમાં ઘટાડાની ભલામણ
કેન્દ્ર અને રાજયના અધિકારીઓની સંયુક્ત ફીટમેન્ટ કમીટીએ સેવાક્ષેત્રની લગભગ 100 સેવાઓ પર જીએસટી દરો ઘટાડવા ભલામણ કરી છે જેમાં સોફટવેર સંબંધી સામાન, હોસ્પીટલો દ્વારા ચુકવાતા ભાડા, ઓનલાઈન મીડીયા, વિમા પ્રીમીયમ, ઈલેકટ્રીક વાહન ચાર્જીંગ અને બેટરી સ્વેપીંગ સેવાઓ તથા દરિયાઈ માર્ગે વહન થતા માલસામાન પરનો જીએસટી ઘટાડવા ભલામણ કરી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!