હાર્દિકે પોતાના દમ પર જીતાવી પહેલી T20: ઈંગ્લેન્ડને ‘ધોઈ’ ટીમ ઈન્ડિયાએ મેળવી સળંગ 13મી જીત
પ્રથમ ટી-20 મુકાબલામાં ઈંગ્લેન્ડને 50 રને હરાવતી રોહિતસેના: ભારતના 198 રનના જવાબમાં ઈંગ્લેન્ડ 148માં ઑલઆઉટ
ભારતે પ્રથમ ટી-20માં સાઉથૈમ્પ્ટનમાં ઈંગ્લેન્ડને 50 રને સણસણતો પરાજય આપ્યો છે. હાર્દિક પંડ્યાએ બેટથી કમાલ કરીને શાનદાર ફિફટી ફટકાર્યા બાદ ઈંગ્લીશ બેટરોની કમર તોડી નાખતી બોલિંગ ફેંકીને ચાર વિકેટ મેળવતાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ સાથે જ ટેસ્ટમાં મળેલી હાર બાદ વાપસી કરનારા કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
પ્રથમ ટી-20 મુકાબલામાં ઈંગ્લેન્ડને 50 રને હરાવતી રોહિતસેના: ભારતના 198 રનના જવાબમાં ઈંગ્લેન્ડ 148માં ઑલઆઉટ
આ તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની સળંગ 13મી જીત છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં આવું કરનારો તે દુનિયાનો પ્રથમ કેપ્ટન બન્યો છે. રોહિત શર્માએ અફઘાનિસ્તાનના અશગર અફઘાનના રેકોર્ડને તોડ્યો છે. આ પહેલાં બન્નેના નામે 12-12 જીત હતી. ત્યારબાદ રોમાનિયાનો રમેશ સતીસન છે જેની આગેવાનીમાં ટીમે 11 જીત મેળવી છે. જો કે રોહિત શર્મા હવે બધાની આગળ નીકળી ગયો છે. મેચની વાત કરવામાં આવે તો ભારતે હાર્દિક પંડ્યા (33 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન)ની કારકીર્દિની પહેલી ફિફટીની મદદથી આઠ વિકેટે 198 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ પર દબદબો છતાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ અત્યંત બેકાર; પાંચ કેચ છોડ્યા !
તેણે સૂર્યકુમાર યાદવ (39 રન) સાથે ચોથી વિકેટ માટે 37 અને અક્ષર પટેલ (17 રન) સાથે પાંચમી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમારે દીપક હુડ્ડા (33 રન) સાથે પણ ત્રીજી વિકેટ માટે 43 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વતી ક્રિસ જોર્ડન સૌથી સફળ બોલર રહ્યો જેણે ચાર ઓવરમાં 23 રન આપીને બે વિકેટ મેળવી હતી. મોઈન અલીએ તેનો સારો સાથ નીભાવતાં બે ઓવરમાં 26 રન આપીને બે વિકેટ હાંસલ કરી હતી.
હાર્દિક પંડ્યાએ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બેટિંગ અને બોલિંગ કરી; બેટિંગમાં 33 બોલમાં ઝૂડ્યા 51 રન, બોલિંગમાં 33 રન આપી ખેડવી ચાર વિકેટ
ઈંગ્લેન્ડની ટીમ તેના જવાબમાં હાર્દિક પંડ્યા (33 રન આપી ચાર વિકેટ)ની કરિયરની સર્વશ્રેષ્ઠ બોલિંગ સામે મોઈન અલી (36 રન) અને હેરી બ્રુક (28 રન)ની ઉમદા ઈનિંગ છતાં 19.3 ઓવરમાં 148 રને ઢેર થઈ ગઈ હતી. ડેબ્યુ કરનારા અર્શદીપ સિંહ (18 રન, બે વિકેટ) અને યુઝવેન્દ્ર ચહલ (32 રન આપીને બે વિકેટ)એ હાર્દિકનો સાથ નીભાવતાં બે-બે વિકેટ મેળવી હતી. ઈંગ્લેન્ડ પર દબદબો બનાવ્યા છતાં ફિલ્ડિંગમાં ભારતની ચિંતા વધી ગઈ છે કેમ કે ટીમે પાંચ કેચ છોડ્યા હતા.
ડેબ્યુ ટી-20માં પહેલી જ ઓવર મેડન ફેંકી, બે વિકેટ ખેડવી છતાં આગલી બે મેચ નહીં રમી શકે અર્શદીપ !
ઈંગ્લેન્ડ સામે ટી-20 મુકાબલામાં મળેલી જીતમાં હાર્દિક પંડ્યા ઉપરાંત ડેબ્યુ કરનારા અર્શદીપ સિંહે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાના ડેબ્યુ મેચની પહેલી જ ઓવર મેડન ફેંકી હતી. તેણે ડાબોડી પેસર રીસ ટોપલી અને મેટ પાર્કિંસનની વિકેટ મેળવી હતી.જો કે શાનદાર પ્રદર્શન છતાં તે આગલી બે ટી-20 મેચ રમી શકશે નહીં કેમ કે બાકીની બે મેચની ટીમ માટે તેની પસંદગી થઈ નથી. એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમની આગેવાની કરનારો બુમરાહ બીજી ટી-20થી ટીમમાં પરત ફરશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
