હર્ષલ પટેલનો કમાલ: ટીમ ઈન્ડિયાએ બીજી પ્રેક્ટિસ મેચ પણ જીતી
એક સમયે 72 રનમાં કાર્તિક, સૂર્યકુમાર, ઈશાન સહિતના ધુરંધરો આઉટ થઈ ગયા’તા ત્યારે હર્ષલે ક્રિઝ પર આવી 36 બોલમાં ઝૂડી નાખ્યા 54 રન: બોલિંગમાં ફરી એક યુવાઓનો તરખાટ
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના એજબેસ્ટન ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં રમી રહી છે ત્યારે બીજી બાજુ દિનેશ કાર્તિકની આગેવાનીમાં એક ટીમ ટી-20માં કમાલ કરી રહી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયા વોર્મઅપ મેચ રમી રહી છે જેમાં બીજા મુકાબલામાં તેની ટક્કર નોર્થમ્પટનશાયર સામે થઈ હતી. ભારતીય ટીમે નાનો સ્કોર બનાવ્યા છતાં આ મુકાબલો 10 રને જીતી લીધો હતો. ભારતની જીતમાં હર્ષલ પટેલનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. પહેલાં તેણે બેટથી ધમાલ મચાવી અને પછી બોલથી કમાલ કરી હતી.
હર્ષલે 36 બોલમાં 54 રન બનાવ્યા બાદ બોલિંગમાં બે વિકેટ મેળવી હતી. આ પહેલાં ભારતે ડર્બીશાયર વિરુદ્ધ પહેલી પ્રેક્ટિસ મેચ પણ જીતી હતી. ટોસ જીતીને નોર્થમ્પટનશાયરે પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલની ઈનિંગને બાદ કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાની અડધી ટીમ 72 રનમાં આઉટ થઈ ગઈ હતી જેમાં સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, દિનેશ કાર્તિક અને સૂર્યકુમાર યાદવનાો સમાવેશ થાય છે. હર્ષલે એકલાએ દમ બતાવતાં માત્ર 36 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.
ભારતીય બોલરોએ પહેલી ઓવરથી જ હરિફ ટીમના બેટરોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું અને 54 રનમાં અડધી ટીમને આઉટ કરી દીધી હતી. નોર્થમ્પટનશાયરની ટીમે વાપસી કરવાનો પ્રયત્ન કર્યા પરંતુ ભારતીય બોલરોએ છેવટ સુધી ગાળિયા યથાવત રાખી 19.3 ઓવરમાં જ નોર્થમ્પટનશાયરને 139 રને ઓલઆઉટ કર્યું હતું. ભારત વતી આવેશ ખાન, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને ચહલે બે-બે વિકેટ મેળવી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!