Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

આજે ​​​​​​​ભારત VS ઇંગ્લેન્ડ પ્રથમ T20: અંગ્રેજો સામે ટીમ ઈન્ડિયાએ છેલ્લી 11 મેચમાંથી 7 જીતી છે, ઇંગ્લેન્ડની ઘાતક બેટિંગ સામે યુવા બોલિંગ આક્રમણની પરીક્ષા થશે

આજે ​​​​​​​ભારત VS ઇંગ્લેન્ડ પ્રથમ T20: અંગ્રેજો સામે ટીમ ઈન્ડિયાએ છેલ્લી 11 મેચમાંથી 7 જીતી છે, ઇંગ્લેન્ડની ઘાતક બેટિંગ સામે યુવા બોલિંગ આક્રમણની પરીક્ષા થશે

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની પ્રથમ મેચ આજે સાઉધમ્પ્ટનમાં રમાશે. ઈંગ્લેન્ડમાં ભારતની ચાર વર્ષ બાદ આ પ્રથમ T20 છે. ભારતીય સમયાનુસાર મેચ રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમે 2018માં અંતિમ T20 રમી હતી. એ મેચમાં રોહિત શર્માએ 56 બોલમાં અણનમ 100 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. રોહિત અત્યારે ઈંગ્લેન્ડ પ્રવાસે ભારતીય ટીમનો કેપ્ટન છે. બન્ને દેશ વચ્ચે રમાયેલી છેલ્લી T20માં ભારતનો 7 મેચમાં વિજય થયો છે.

વર્લ્ડ કપની તૈયારી શરૂ
ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડકપને લઈને આ સિરીઝ મહત્ત્વની છે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તો ત્યાં સુધી કહ્યું છે કે T20 સાચી શરૂઆત તો ઇંગ્લેન્ડના પ્રવાસથી જ શરૂ થઈ ગઈ છે. અહીં જે ખેલાડીઓ રમશે તેમને જ વર્લ્ડ કપના સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરાશે.

સિનિયર ખેલાડીઓને આરામ અપાયો
સિરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે એક યુવા ટીમ હશે. એજબેસ્ટન ટેસ્ટ પછી આરામ કરી રહેલા વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, ઋષભ પંત અને જાડેજા ટીમમાં નથી. આ ખેલાડી બીજી અને ત્રીજી T20માં ટીમમાં જોડાશે. પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને ભુવનેશ્વર જેવા અનુભવી ખેલાડી સાથે ઈશાન કિશન, સંજુ સેમસન, આવેશ ખાન, ઉમરાન મલિક અને અન્ય ખેલાડીઓ પર રોહિત શર્માને જીત અપાવવાની જવાબદારી હશે. રિપોર્ટ્સ મુજબ મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં આયર્લેન્ડ પ્રવાસમાં ટીમ સાથે રહેલા વીવીએસ લક્ષ્મણ કોચની ભૂમિકામાં રહેશે.

મોર્ગનના રાજીનામા પછી જોસ બટલર નવો કેપ્ટન
પ્રથમ T20માં ઈંગ્લેન્ડની ટીમ પણ નવા કેપ્ટન જોસ બટલરના નેતૃત્વમાં રમશે. મોર્ગન દ્વારા રાજીનામું અપાયા પછી બટલરને ઈંગ્લેન્ડની T20 ટીમનો કેપ્ટન બનાવાયો છે. બટલર ઉપરાંત ટીમમાં મોઈન અલી, લિયમ લિવિંગ્સ્ટોન, ડિવિડ મલાન અને જેસન રોય જેવા ઘાતક બોલર છે, જે બેટિંગ માટે મદદરૂપ પિચ પર ભારત માટે પડકાર બની શકે છે.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ રાતે 10.30 વાગ્યે શરૂ થશે. એ સોની સિક્સ અને સોની ટેન 3 પર જોઈ શકાશે. મેચની લાઈવ સ્ટ્રીમિંગ સની લિવ એપ પર પણ જોઈ શકશો.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!