Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

ઈંગ્લેન્ડ સામે ઋષભ પંતનો પંચ: એજબેસ્ટનમાં 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ઈંગ્લેન્ડ સામે ઋષભ પંતનો પંચ: એજબેસ્ટનમાં 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

એક નહીં અનેક રેકોર્ડ પણ બન્યા: ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં સદી લગાવનારો વિપક્ષી ટીમનો પ્રથમ વિકેટકિપર બન્યો: પાંચ ટેસ્ટ સદીમાંથી ચાર સદી વિદેશી ધરતી પર જ બનાવી

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન-વિકેટકિપર ઋષભ પંતે ઈતિહાસ રચી દીધો છે. પંતની સાથે જ જાડેજાએ પણ ઈંગ્લીશ બોલરોની ‘ખબર’ લઈ નાખતાં પગે પાણી લાવી દીધા છે. પંતે 89 બોલમાં જ સદી ફટકારીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવી દીધી છે. એક સમયે ભારતે 98 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંત-જાડેજાએ મળીને છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી હતી. આટલું જ નહીં પંતે અનેક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. તેણે 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. પહેલાં દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં ભારતે સાત વિકેટ ગુમાવીને 338 રન બનાવ્યા હતા. અત્યારે જાડેજા 83 રન બનાવીને ક્રિઝ પર અડીખમ છે. આ પંતની ટેસ્ટ કરિયરની પાંચમી સદી છે તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેણે બીજીવાર સદી બનાવી છે. ઈંગ્લેન્ડમાં પંતે પાછલી સદી 2018માં કેનિંગ્ટન ઓવલમાં બનાવી હતી. ત્યારે તેણે 114 રન બનાવ્યા હતા.

એજબેસ્ટન મેદાન પર 100થી ઓછા બોલમાં સદી બનાવનારો પંત પહેલો બેટર: ટેસ્ટમાં 2000 રન પૂર્ણ કરનારો પંત ચોથો ભારતીય વિકેટકિપર

તે ઈંગ્લેન્ડમાંં રમાઈ રહેલી ટેસ્ટમાં બે સદી ફટકારનારો વિપક્ષી ટીમનો પહેલો વિકેટકિપર-બેટર બન્યો છે. પંતે પોતાના 31 ટેસ્ટમાંથી માત્ર આઠ ટેસ્ટ જ ભારતમાં રમ્યા છે. બાકીના ટેસ્ટ તેણે વિદેશી જમીન પર જ રમ્યા છે. પોતાની પાંચ ટેસ્ટ સદીમાંથી પંતે ચાર સદી તો વિદેશી જમીન પર જ બનાવી છે. પંતે 89 બોલમાં સદી બનાવી તે એજબેસ્ટનના મેદાન પરની સૌથી ઝડપી સદી છે. એજબેસ્ટનમાં 1902થી ક્રિકેટ રમાઈ રહ્યું છે અને અહીં પંત પહેલાં કોઈ પણ બેટરે 100થી ઓછા બોલમાં સદી બનાવી નથી. આવામાં પંત 120 વર્ષમાં એજબેસ્ટનમાં આ કમાલ કરનારો દુનિયાનો પહેલો ક્રિકેટર બન્યો છે. પંત જ્યારે 80 રને રમતો હતો ત્યારે તેણે ટેસ્ટમાં પોતાના 2000 રન પણ પૂર્ણ કરી લીધા હતા. તે આવું કરનારો ભારતનો ચોથો વિકેટકિપર-બેટર બન્યો છે. તેના પહેલાં મહેન્દ્રસિંહ ધોની, સૈયદ કિરમાણી, ફારૂક એન્જીનિયર ટેસ્ટમાં બે હજાર રન બનાવી ચૂક્યા છે.

ટેસ્ટમાં સૌથી ઝડપી સદી બનાવવા મામલે ધોનીના 17 વર્ષ જૂના રેકોર્ડને પંતે તોડ્યો: એજબેસ્ટનમાં સદી લગાવનારો ત્રીજો ભારતીય બેટર: એશિયા બહાર સૌથી ઝડપી સદી મામલે પંત ત્રીજા નંબરે

ધોનીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 4876 રન બનાવ્યા છે. જો કે 24 વર્ષનો પંત ટેસ્ટમાં બે હજાર રન પૂર્ણ કરનારો દુનિયાનો સૌથી યુવા વિકેટકિપર-બેટર બની ગયો છે. ભારતીય વિકેટકિપર-બેટર તરીકે પંતે ટેસ્ટમાં સૌથી ઝડપી સદી બનાવવા મામલે ભારતના પૂર્વ વિકેટકિપર-બેટર અને કેપ્ટન ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ધોનીએ 2005માં પાકિસ્તાન વિરુદ્ધ 93 બોલમાં સદી બનાવી હતી. પંતે 89 બોલમાં જ સદી બનાવી આ રેકોર્ડ તોડ્યો છે. પંત એજબેસ્ટનમાં સદી બનાવનારો ત્રીજો ભારતીય બેટર પણ બન્યો છે. તેના પહેલાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ આવું કર્યું હતું. એશિયાથી બહાર ટેસ્ટમાં સૌથી ઝડપી સદી લગાવનારા ભારતીય બેટરોમાં પંત ત્રીજા ક્રમે છે. તેના પહેલાં વીરેન્દ્ર સેહવાગે 2006માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગ્રોસ આઈલેટ ટેસ્ટમાં 78 બોલમાં સદી બનાવી હતી.

જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસમાં 1990માં 88 બોલમાં સદી બનાવી હતી. પંત એશિયા બહાર ટેસ્ટમાં સૌથી વધુ સદી લગાવનારો ભારતીય વિકેટકિપર-બેટર બન્યો છે. પંતે એશિયા બહાર ચાર સદી બનાવી છે. જ્યારે વિજય માંજરેકર, અજય રત્રા અને રિદ્ધિમાન શાહાએ ત્રણ-ત્રણ સદી બનાવી છે. એક કેલેન્ડર વર્ષમાં બે સદી લગાવનારો પંત ભારતનો ચોથો વિકેટકિપર-બેટર છે. તેના પહેલાં બુદ્ધિ કુંદરને 1964માં, ધોનીએ 2009માં અને શાહાએ 2017માં આવું કર્યું હતું. જો કે પંત ભારત બહાર એક કેલેન્ડર વર્ષમાં સદી લગાવનારો ભારતનો પહેલો ખેલાડી છે.જાડેજા અને પંત વચ્ચે 222 રનની ભાગીદારી પાંચમી અથવા તેનાથી નીચેની વિકેટ માટે ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા વતી સૌથી મોટી ભાગીદારી છે. પહેલાં આ રેકોર્ડ રાહુલ-પંત નામે હતો. બન્નેએ 2018માં કેનિંગ્ટન ઓવલમાં છઠ્ઠી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી.

ઈંગ્લેન્ડમાં ભારતીય જોડીની સૌથી મોટી ભાગીદારી
પંતે રવીન્દ્ર જાડેજા સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી હતી. આ ટેસ્ટ મેચમાં વિદેશી જમીન પર છઠ્ઠી વિકેટ માટે સંયુક્ત રીતે સૌથી મોટી ભાગીદારી કરી છે. આ પહેલાં સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીને 1997માં કેપટાઉનમાં છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ઈંગ્લેન્ડમાં ભારત માટે છઠ્ઠી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે.

17 વિકેટકિપર મળીને જે ન કરી શક્યા તે પંતે એકલાએ કરી બતાવ્યું
24 વર્ષીય પંતે 89 બોલમાં સદી બનાવી લીધી છે. આ સાથે જ તેણે ટેસ્ટમાં બે હજાર રન પૂરા કર્યા છે. પંત ઈંગ્લેન્ડમાં નવમી ટેસ્ટ રમી રહ્યો છે અને અત્યાર સુધી તે બે સદી બનાવી ચૂક્યો છે. અન્ય 17 ભારતીય વિકેટકિપર મળીને પણ એક સદી બનાવી શક્યા નથી. આ વાત પરથી પંતના ફોર્મનો પરચો મળી જાય છે. સેના દેશોની પીચ અત્યંત કપરી માનવામાં આવે છે પરંતુ પંતે કરિયરની પાંચમાંથી ચાર સદી આ જ દેશોમાં લગાવી છે. તે ઑસ્ટ્રેલિયા અને આફ્રિકામાં પણ એક એક સદી બનાવી ચૂક્યો છે.

પંતે 38% બોલ પર કર્યો એટેક, પુંજારાએ 42% બોલ છોડ્યા
ઋષભ પંતે અભ્યાસ મેચનું પોતાનું ફોર્મ યથાવત રાખ્યું અને સંકટના સમયે ટીમ ઈન્ડિયાને સંભાળી લીધી છે. આઉટ ઓફ ફોર્મ પુજારા પાસે ઓપનિંગ કરાવવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો નહોતો. પંતે 38% બોલ ઉપર એટેક કર્યો અને માત્ર 14% બોલ ઉપર જ ચકમો ખાધો હતો. તેણે શોર્ટ બોલ પર સૌથી વધુ 7.111 રન પ્રતિ ઓવરના હિસાબથી રન બનાવ્યા છે. તેણે સદી દરમિયાન માત્ર ત્રણ બોલ જ છોડ્યા હતા. જ્યારે પુજારાએ પોતાની ઈનિંગ દરમિયાન 42% બોલને છોડ્યા હતા જ્યારે તેની સામે રમનારા ખેલાડીઓએ 32% બોલ વિકેટકિપરના હાથમાં જવા દી

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!