આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટ: ભારત 2-1થી આગળ
ભારત છેલ્લી ટેસ્ટ જીતીને શ્રેણી જીતવા આશાવાદી: ઇંગ્લેન્ડે ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 3-0થી શ્રેણી જીતી છે
આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ખાતે શ્રેણીની પ મી ટેસ્ટ રમાશે. અગાઉ ભારતે ર-1થી શ્રેણી કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી જે શ્રેણીનો હવે નિર્ણાયક ટેસ્ટ આવતીકાલે રમાશે. ઇંગ્લેન્ડની ટીમે તાજેતરમાં ઘરઆંગણે ન્યુઝીલેન્ડને 3-0થી પરાજીત કરીને ભારત સામેની એકમાત્ર ટેસ્ટમાં તે ટીમનો કેવો અભિગમ રહેશે તે બતાવી આપ્યું છે. બેન સ્ટોકસનાં નેતૃત્વમાં સમગ્ર ટીમ જબરદસ્ત દેખાવ કરી રહી છે.
તેમાં 5 ગોલંદાજ એન્ડરસન હરીફ ટીમ માટે લગભગ મુશ્કેલી સર્જતો હોય છે, તો બેટીંગમાં બાદશાહ ગણાતો ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ સુકાની જોરૂટ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. 27 ટેસ્ટ સદીઓ સાથે તેણે કુલ 10ર80 રન બનાવ્યા છે. સંભવ છે કે તે ભારત સામેની ટેસ્ટમાં લાંબી ઇનિંગ્ઝ રમે પણ. ન્યુઝીલેન્ડ સામે તેણે ફટકારેલા 176 રન ચોકકસપણે ટીમને નિર્ણાયક પરિસ્થિતિમાં મુકી દીધી હતી.
ભારતીય ટીમ હાલ શ્રેણીમાં 2-1થી આગળ છે. ગયા વર્ષે ભારતીય ટીમમાં કોરોનાની પરિસ્થિતિ સર્જાતા પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ સ્થગિત કરાઇ હતી હવે જયારે ઇંગ્લેન્ડની ટીમે ન્યુઝીલેન્ડને 3-0થી ટેસ્ટ શ્રેણીમાં પરાજીત કર્યું છે. ત્યારે આ ટીમ ભારત સામે શ્રેષ્ઠ દેખાવ માટે આશાવાદી છે. જો રૂટ, બેરીસ્ટો, બેન સ્ટોકસ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક ક્રોલી જેવા શ્રેષ્ઠ ખેલાડીઓ ભારત માટે અવશ્ય મુશ્કેલી સર્જી શકે તેમ છે.
તેમાંય જેમ્સ એન્ડરસન સારા એવા ફોર્મમાં છે. ત્યારે ભારત તરફથી રવિચન્દ્ર અશ્વીન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ ગોલંદાજીમાં શ્રેષ્ઠ દેખાવ કરવા ઉત્સુક છે. જયારેબેટધરોમાં શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર,હનુમા વિહારી ઉપરાંત ચેતેશ્વર પુજારા પાસે મોટી ઇનિંગ્ઝની અપેક્ષા છે. ભારત માટે ખાસ કરીને વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાજનક છે. છેલ્લા ઘણા સમયથી તે પૂરેપૂરી ક્ષમતા સાથે ઇનિંગ્ઝો રમવામાં સફળ થયો નથી.
હવે જયારે તેના પરથી સુકાની તરીકેની જવાબદારી દૂર કરવામાં આવી છે. ત્યારે તે પૂરા આત્મવિશ્વાસ સાથે એકાદ લાંબી ઇનિંગ્ઝ રમે તેવી તેની પાસેથી અપેક્ષા રાખવી અસ્થાને તો નથી જ, રોહિત શર્મા પણ આઇપીએલથી ફોર્મમાંથી પરંતુ ટેસ્ટમાં તે સુકાની કમ બેટધર તરીકે સારો દેખાવ કરીને ઇંગ્લેન્ડ સામે 3-1થી શ્રેણી જીતવા પૂરેપૂરો આશાવાદી છે, અલબત ભારતે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવા જેવું તો નથી જ.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!