ઈંગ્લેન્ડ સામે વન ડે-ટી-20 માટે રોહિત-કોહલી-જાડેજા-બુમરાહની વાપસી: શિખર ધવનને પણ સ્થાન
7 જૂલાઈથી ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે શ્રેણીનો પ્રારંભ: કોહલી, જાડેજા, બુમરાહ પહેલી ટી-20 નહીં રમે: બન્ને ફોર્મેટમાં રોહિતને કમાન
ધવનને વન-ડે ટીમમાં સમાવાયો: ઉમરાને ટી-20 માટે તો અર્શદીપ સિંહે વન-ડે ટીમમાં મેળવ્યું સ્થાન: હાર્દિક પંડ્યાનો ટી-20 અને વન-ડે ટીમમાં સમાવેશ
બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામે રમાનારી ટી-20 અને વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. વન-ડે અને ટી-20 શ્રેણીમાં રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. મર્યાદિત ઓવરોની શ્રેણી સાઉથેમ્પ્ટનમાં 7 જૂલાઈથી શરૂ થશે અને 17 જૂલાઈએ મેન્ચેસ્ટરમાં પૂર્ણ થો. ભારતીય ટીમ માટે રાહતભર્યા સમાચાર એ છે કે કોરોના સામે ઝઝૂમી રહેલા નિયમિત કેપ્ટન રોહિત શર્મા વ્હાઈટ બોલ શ્રેણીમાં ટીમની કમાન સંભાળશે.
દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે આરામ અપાયેલા સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની વાપસી થઈ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ રમનારા ખેલાડી 7 જૂલાઈએ રમાનારી ટી-20 મેચ નહીં રમે પરંતુ બીજી ટી-20 મેચમાં વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડી ટીમનો હિસ્સો રહેશે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે જ્યારે ઓપનિંગ બેટર શિખર ધવનને વન-ડે શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર ઉમરાન મલિક ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણીમાં જગ્યા બનાવવામાં સફળ થઈ છે. જો કે તે વન-ડે શ્રેણીનો હિસ્સો બની શક્યો નથી પરંતુ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા અર્શદીપ સિંહે વન-ડે ટીમમાં જગ્યા બનાવી છે.
પહેલી ટી-20 માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
બીજી-ત્રીજી ટી-20 માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક (વિકેટકિપર), ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઉમરાન મલિક
ત્રણ વન-ડે માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ, અર્શદીપ સિંહ
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
