Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

IND Vs IRE, બીજી T20: ભારતીય યુવા બ્રિગેડ પાસે 2-0થી સિરીઝ જીતવાની તક, વરસાદ વિલન બની શકે

IND Vs IRE, બીજી T20: ભારતીય યુવા બ્રિગેડ પાસે 2-0થી સિરીઝ જીતવાની તક, વરસાદ વિલન બની શકે

વરસાદના વિઘ્ન વચ્ચે પહેલી T20Iમાં યજમાન આયર્લેન્ડને સાત-વિકેટના માર્જિનથી હરાવ્યા પછી, હાર્દિક પંડ્યા એન્ડ ટીમ બીજી અને અંતિમ મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે. જે 28 જૂન, 2022ના દિવસે મંગળવારે ડબલિનમાં રમાશે. આ મેચ જીતવાની સાથે જ ભારતીય ટીમ પાસે 2-0થી આયરલેન્ડનો વ્હાઇટવોશ કરવાની તક રહેલી છે. વળી તાજેતરમાં સમાપ્ત થયેલી દક્ષિણ આફ્રિકાની શ્રેણી 2-2 (5)થી ડ્રો થવાની સાથે, મેન ઇન બ્લુને આયરલેન્ડને ઘરઆંગણે હરાવવાની આશા રહેલી હશે.


પહેલી મેચની વાત કરીએ તો રવિવારે ભારત અને આયરલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ ડબલિન ખાતે રમાઈ હતી. જેમાં વરસાદના કારણે 12-12 ઓવરની મેચનું આયોજન થયું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યા એન્ડ ટીમ સામે 109 રનનો ટાર્ગેટ હતો. જેને INDએ 16 બોલ પહેલા ચેઝ કરી પહેલી મેચ જીતી લીધી છે. આ દરમિયાન દીપક હુડાએ 29 બોલમાં અણનમ 47 રનની ઈનિંગ રમી હતી. જ્યારે આયરલેન્ડના બોલર ક્રેગ યંગે 2 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ભારત 2 મેચની T20 સિરીઝમાં 1-0થી આગળ છે.

IND સંભવિત-11:
1. ઈશાન કિશન, 2. ઋતુરાજ ગાયકવાડ, 3. સૂર્યકુમાર યાદવ, 4. દીપક હુડા, 5. હાર્દિક પંડ્યા (કેપ્ટન), 6. દિનેશ કાર્તિક (વિકેટ કીપર), 7. અક્ષર પટેલ, 8. ઉમરાન મલિક, 9. ભુવનેશ્વર કુમાર, 10. યુઝવેન્દ્ર ચહલ, 11. આવેશ ખાન

IRE સંભવિત-11:
1. એન્ડ્ર્યુ બાર્લબિર્ની (કેપ્ટન), 2. પોલ સ્ટિર્લિંગ, 3. હેરી કટર, 4. ગારેથ ડેલાની, 5. ક્રેગ યંગ, 6. લોર્કન ટકર, 7. જ્યોર્જ ડોકરેલ, 8. માર્ક અડેર, 9. એન્ડી મેકબ્રાયન, 10. કોનોર ઓલ્ફર્ટ, 11. જોશ લિટલ

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!