વિંડિઝ ટૂર માટે ટીમ ઈન્ડિયા જાહેરાત: શિખર ધવન વનડે ટીમના કેપ્ટન, સર જાડેજાને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયા
વેસ્ટ ઈન્ડિઝ ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. આ દરમિયાન વનડે ટીમની કેપ્ટનશિપ શિખર ધવન સંભાળશે જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, રિષભ પંત અને મોહમ્મદ શમી જેવા સીનિયર ખેલાડીને આરામ અપાયો છે.
ભારતીય વનડે ટીમ
શિખર ધવન (કેપ્ટન), રવીંદ્ર જાડેજા(વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટ કીપર), સંજૂ સેમસન (વિકેટ કીપર), શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ
ભારત- ઈંગ્લેન્ડ પ્રથમ T20 7 જુલાઈએ રમાશે
ભારતીય ટીમ ગુરુવારે (7 જુલાઈ) પ્રથમ T20 મેચથી ઈંગ્લેન્ડ પ્રવાસની તેમની મર્યાદિત ઓવરની શ્રેણીની શરૂઆત કરશે. VVS લક્ષ્મણ પ્રથમ T20માં ભારતીય ટીમના કોચની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે આ મેચમાં રાહુલ દ્રવિડ ટીમની સાથે નહીં હોય. કારણ કે ભારતે એડ્જબેસ્ટન ટેસ્ટના માત્ર 2 દિવસ બાદ જ પ્રથમ T20 રમવાની છે. વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ પણ પ્રથમ ટી20માં નહીં રમે.
અમેરિકામાં પણ મેચો થશે
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની બે ટી-20 મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. આ બંને મેચ 6 અને 7 ઓગસ્ટના રોજ રમાશે. ગુરુવારે જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ભારતીય ટીમ 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કરશે. ત્યાં 22 થી 27 જુલાઈ દરમિયાન પ્રથમ ત્રણ વનડે રમાશે. ત્યારબાદ 29 જુલાઈથી 7 ઓગસ્ટ વચ્ચે પાંચ T20 મેચ રમાશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
