વિશ્વવિજેતા ભારતીય હોકી ટીમના ખેલાડી વરિન્દરસિંહનું 75 વર્ષની વયે નિધન
75 વર્ષની વયે જાલંધરમાં લીધા અંતિમ શ્ર્વાસ: ભારતની અનેક યાદગાર જીતમાં તેમનું ભૂમિકા રહી હતી મહત્ત્વની
ઓલિમ્પિક અને વિશ્ર્વકપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા હૉકી ખેલાડી વરિન્દરસિંહનું જાલંધરમાં નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમના અંતિમ સંસ્કાર જાલંધરમાં જ આજે બપોરે કરવામાં આવ્યા હતા.
ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા વરિન્દરસિંહનો જન્મ 16 મે-1947માં થયો હતો. તેઓ 1970ના દશકામાં ભારતની અનેક યાદગાર જીતનો હિસ્સો પણ રહી ચૂક્યા હતા. મ્યુનિખમાં 1972માં રમાયેલી ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ત્યારે આ ટીમમાં વરિન્દર ફોરવર્ડ તરીકે રમ્યા હતા. તેમણે ભારતીય ટીમને મેડલ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ પછી વરિન્દર 1975માં કુઆલાલમ્પુરમાં પુરુષ હોકી વિશ્ર્વ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતા. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારતનું અત્યાર સુધીનો એક જ મેડલ છે. ભારતે ત્યારે ફાઈનલમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. વરિન્દરની હાજરીવાળી ટીમે 1974 અને 1978 એશિયન ટૂર્નામેન્ટમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. વરિન્દર 1975 મોન્ટ્રીયાલ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમમાં સામેલ હતા.
વરિન્દરને 2007માં પ્રતિષ્ઠિત ધ્યાનચંદ લાઈફટાઈમ અિીવમેન્ટ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. ફિલ્ડ હોકી ખેલાડી તરીકે પોતાની ઓળખ બનાવનારા વરિન્દર સિંહે 1985થી 1993 સુધી પંજાબ એન્ડ સિંધ બેન્કમાં હોકી કોચ તરીકે સેવા આપી હતી. આ પછી 2008 સુધી પંજાબ રાજ્યના રમત વિભાગમાં કોચ તરીકે કાર્યરત રહ્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
