હેપ્પી બર્થ-ડે MS ધોની: ધોનીએ ઈંગ્લેન્ડમાં પત્ની સાક્ષી-મિત્ર પંત સાથે મનાવ્યો જન્મદિવસ
ભારતીય ટીમને પોતાની આગેવાનીમાં બે વર્લ્ડકપ જીતાડનારા મહેન્દ્રસિંહ ધોની આજે 41 વર્ષના થઈ ગયા છે. આ બર્થ-ડેની ઉજવણી પણ તેમણે ઈંગ્લેન્ડમાં ખાસ રીતે કરી હતી. ધોનીએ હળવા સ્મીત સાથે ચમકીલા અંદાજમાં કેક કાપ્યું હતું. ધોની અને સાક્ષીના લગ્નની વર્ષગાંઠ પણ 4 જૂલાઈએ હતી. બન્નેના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે આવામાં આ યુગલ રજાઓ ગાળવા ઈંગ્લેન્ડ પહોંચ્યું છે.
બન્નેએ મેરેજ એનિવર્સરી પણ ઉજવી અને હવે ધોનીના બર્થ-ડેનું પણ સેલિબ્રેશન કર્યું હતું. ધોનીના આ બર્થ-ડે ઉજવણીનો વીડિયો અને તસવીરો સાક્ષીએ જ ઈન્સ્ટાગ્રામ ઉપર શેયર કર્યા છે. આ તસવરમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકિપર-બેટર ઋષભ પંત પણ જોવા મળી રહ્યો છે. પંત અત્યારે ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે છે જ્યાં એક ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે અને હવે આજથી ટી-20 શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે જેના પ્રથમ મુકાબલામાં પંત ટીમનો હિસ્સો નથી.સાક્ષીએ જે વીડિયો શેયર કર્યો છે તેમાં ધોની ચમકદાર જેકેટ પહેરેલો જોવા મળી રહ્યો છે. ચારે બાજુ લાઈટિંગ દેખાઈ રહ્યું છે.
ધોની માટે શાનદાર કેક તૈયાર કરાયેલું જોવા મળી રહ્યું છે. ધોની પહેલાં મીણબત્તી બુઝાવે છે અને પછી બન્ને હાથે ચાકું પકડીને કેક કાપતો જોવા મળીરહ્યો છે. આ દરમિાન વીડિયોના બેકગ્રાઉન્ડમાં ઈંગ્લીશ મ્યુઝિક પણ વાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ 15 ઑગસ્ટ-202ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ધોનીએટીમ ઈન્ડિયા માટે 2019 વર્લ્ડકપનો સેમિફા,નલ રમ્યો હતો. જો કે હવે તે માત્ર આઈપીએલ જ રમી રહ્યો છે. તે હજુ પણ ચેન્નાઈ ટીમનો કેપ્ટન છે. ધોનીએ અંતિમ મેચ આઈપીએલની ગત સીઝનમાં રમી હતી. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ તેણે 26 રન બનાવ્યા હતા અને આ મેચ તેની ટીમ હારી ગઈ હતી.
વિજયવાડામાં ધોનીના બર્થ-ડેની અનોખી ઉજવણી કરતો ચાહક: 41 ફૂટનો કટઆઉટ કર્યો તૈયાર
ધોનીના ચાહકોએ પણ તેના જન્મદિવસની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરી લીધી છે. વિજયવાડામાં ધોનીનું 41 ફૂટનું કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તે હેલિકોપ્ટર શોટ ફટકારતો જોવા મળી રહ્યો છે. એક ચાહકે આ કટઆઉટનો ફોટો પોસ્ટ કર્યો છે જેને હજારો લોકોએ પસંદ કર્યો છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
