અધિક કલેકટરનું જાહેરનામું: 17 જૂને T-20 મેચ દરમિયાન જામનગરથી રાજકોટ આવતા વાહનોને મોવિયા સર્કલથી ડાયવર્ઝન આપવામાં આવશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં ખંઢેરી સ્ટેડીયમ ખાતે તા. 17 જૂનનાં રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાનાર છે. આ મેચ જોવા માટે આશરે 30 હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર હોય રાજકોટ-જામનગર હાઇવે પર આ દિવસે ટ્રાફીકજામ થવાની પુરી શકયતા છે. જેને લઈને કાયદો અને વ્યવસ્થા ઉપર અસર ન થાય તે માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઠકકરે એક જાહેરનામુ બહાર પાડી તા.17 અને 18નાં રોજ જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને ડાયવર્ટ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા મુજબ તા. 17નાં રોજ જામનગર તરફથી આવતા મોટા વાહનો જેમ કે ટ્રક, ટેન્કર , ટ્રેલર વગેરે વાહનોએ પડધરી, મોવેયા સર્કલથી ડાયવર્ઝન આપી ટંકારા થઈ રાજકોટ તરફ આવવાનું રહેશે. અથવા પડધરી, નેકનામ, મિતાણા થઈને રાજકોટ તરફ આવવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ 17 તારીખના સાંજ ના 4 વાગ્યાથી 18 તારીખના રાત્રિના 1 વાગ્યા સુધી થશે અને ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
આ વાહનોને જાહેરનામામાંથી મુક્તિ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચમાં કામ માટે જે ફરજ સોંપેલ હશે તેવા વાહનો, એસટી બસ, સરકારી વાહનો, સબ વાહિની, એબ્યુલન્સ તથા ફાયર ફાઇટર જેવા. વાહનો તેમજ જે લોકો પાસે ક્રિકેટ બોર્ડની ટીકીટ ખરીદીને કે પાસનાં આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડીયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડીયમની આસપાસનાં ગામોમાં રહેતા હોય અને તેનો આધારભૂત પુરાવો રજુ કરે તેવા વાહન ચાલકોને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
