Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

રવિન્દ્ર જાડેજાએ CSK સાથે જોડાયેલી તમામ પોસ્ટ ડિલીટ કરતા અટકળો વધી

રવિન્દ્ર જાડેજાએ CSK સાથે જોડાયેલી તમામ પોસ્ટ ડિલીટ કરતા અટકળો વધી

દર વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિવસની શુભકામના આપનારા જાડેજાએ આ વખતે પોતાના વર્ષો જૂના મિત્ર માહીને બર્થડે વિશ પણ નહોતું કર્યું

રવિન્દ્ર જાડેજા અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. જાડેજાના એક પગલાથી તો એવું જ લાગી રહ્યું છે. જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે સબંધિત બધી પોસ્ટ હટાવી લીધી છે. ત્યારબાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે કે, જાડેજા અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી CSK વચ્ચેના સબંધોમાં દરાર વધી ગઈ છે અને આગળ બન્નેના રસ્તા અલગ પણ થઈ શકે છે. જાડેજા અને CSK પહેલાથી જ એક-બીજાને અનફોલો કરી ચૂક્યા છે અને હવે ઓલરાઉન્ડરે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે સબંધિત બધી પોસ્ટ હટાવી લીધી છે.

આવી સ્થિતિમાં હવે ફેન્સને પણ લાગવા લાગ્યું છે કે, જાડેજા અને CSK ટીમ મેનેજમેન્ટ વચ્ચે સબંધોમાં ખટાસ આવી ગઈ છે. દર વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિવસની શુભકામના આપનારા જાડેજાએ આ વખતે પોતાના વર્ષો જૂના મિત્ર માહીને બર્થડે વિશ પણ નહોતું કર્યું. 7 જુલાઈના રોજ ધોનીનો જન્મદિવસ હતો.

જાડેજા 2012માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયા હતા અને ત્યારથી તેઓ આ ટીમની સાથે હતા. વીતેલા 10 વર્ષોમાં તેમણે CSK સાથે 2 આઈપીએલ ખિતાબ પણ જીત્યા હતા. આઈપીએલ 2022ના થોડા દિવસ અગાઉ જ 33 વર્ષના જાડેજાને મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ 4 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. પરંતુ જાડેજાને અચાનક મળેલી કેપ્ટનશીપની જવાબદારી યોગ્ય રીતે સંભાળી ન શક્યા. કપ્તાની હેઠળ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેમની કેપ્ટનશીપ હેઠળ CSK 8 મેચમાંથી માત્ર 2 જ જીતી હતી.

કેપ્ટલશીપના દબાવને કારણે જાડેજાનું પોતાનું પ્રદર્શન પણ ખરાબ થઈ ગયું. તેમણે 10 મેચમાં 19ની એવરેજથી માત્ર 116 રન બનાવ્યા અને 5 જ વિકેટ લીધી હતી. ત્યારબાદ તેમણે સીઝનમાં અધવચ્ચે કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ધોનીને બીજી વખત કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

CSKએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન પસંદ કરવામાં આવેલ ભારતીય ટીમના વાઈસ કેપ્ટન બનાવવા પર અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી CSK સાથે સબંધિત પોસ્ટ ડિલીટ કરીને આ વિવાદને ફરીથી વેગ આપ્યો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!