Dark Mode
Wednesday, 16 July 2025
Logo banner

શરૂઆતી તેજ ગાયબ : સેન્સેકસ-નિફટી ઉપલા મથાળેથી 2% ઘટ્યાં, સ્મોલકેપ ધરાશાયી

શરૂઆતી તેજ ગાયબ : સેન્સેકસ-નિફટી ઉપલા મથાળેથી 2% ઘટ્યાં, સ્મોલકેપ ધરાશાયી

ભારતીય શેરમાર્કેટમાં ગઈકાલના ફેડના વ્યાજદર વધારા અને બાદમાં ફેડના સ્પષ્ટ રોડમેપને કારણે આજે ભારતીય બેંચમાર્ક ઈન્ડાયસિસ 1%થી વધુના ઉછાળે ખુલ્યાં હતા પરંતુ ફરી વેચવાલીનું જોર વધતા આ તેજી ગાયબ થઈ હતી. સેન્સેકસ અને નિફટી ઉપલા મથાળેથી ઘટ્યાં બાદ 1 કલાકે 1% નીચે કામકાજ કરી રહ્યાં છે.

એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ બુધવારના બંધ 52,541ની સામે આજે 53,018 પર ખુલીને ઈન્ટ્રાડેમાં 53,142 સુધી ઉંચકાયો હતો. જોકે અત્યારે ઈન્ડેકસ 500 અંક, 1%ના ઘટાડે 52,050ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે. NSE નિફટી 50 ઈન્ડેકસ 166 અંક નીચે 15,525ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. આ સિવાય બેંક નિફટી ઈન્ડેકસ પણ 244 અંક, 0.77% નીચે 33,082ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે. આ સાથે જ ઈન્ડાયસિસ 1 વર્ષના તળિયે પહોંચ્યા છે

આજે પણ બજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેકસના 29 શેર ઘટીને તો 1 શેર વધીને કામકાજ કરી રહ્યાં છે. ICICI બેંક જ સામાન્ય વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. રિલાયન્સ, ભારતી એરટેલ, કોટક બેંક, HDFC બેંક 50-50 અંકોનું દબાણ સર્જી રહ્યું છે.

બ્રોડર માર્કેટમાં આજે વધુ ખાના ખરાબી જોવા મળી રહી છે. ઉપલા મથાળેથી બંને ઈન્ડેકસ 3% આસપાસ તૂટ્યાં છે. બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 1.72% અને સ્મોલકેપ ઈન્ડેકસ 2.38% નીચે ટ્રેડ કરી રહ્યાં છે.

આજના સત્રમાં બીએસઈ ખાતે કુલ 174 શેરમાં 52 સપ્તાહનું નવું તળિયું તો 55 શેરમાં 52 સપ્તાહનો નવો હાઈ જોવા મળી રહ્યો છે. આ સિવાય 132 શેરમાં અપર સર્કિટની સામે 254 શેરમાં લોઅર સર્કિટ છે.

ભારત સહિત વિશ્વભરમાં હાલ મોંઘવારીનો ઓછાયો છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે એકમાત્ર વિકલ્પ વ્યાજદર વધારા તરફ સમગ્ર વિશ્વ સેન્ટ્રલ બેંક દોટ મુકી રહ્યું છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!