Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો

રાજકોટ: મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો ઝોક રહ્યો હતો. પસંદગીના હેવીવેઈટ શેરોમાં ઉછાળાના પ્રભાવ હેઠળ સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો હતો. શેરબજારમાં આજે માનસ તેજીનુ હતું. વિશ્ર્વબજારોના પ્રોત્સાહક ટ્રેન્ડનો પ્રભાવ હતો. મોંઘવારી કાબુમાં લેવાના પ્રયાસોની અસર દેખાવા લાગી હોવાના સંકેતોથી સારી હતી.

ક્રુડના ઘટાડાથી રાહત હતી. વિદેશી સંસ્થાઓની એકધારી વેચવાલીનું કારણ ડીસ્કાઉન્ટ થયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે રીઝર્વ બેંકે ચાલુ આખા નાણા વર્ષમાં મોંઘવારીમાંથી રાહત નહીં મળવાની શંકા દર્શાવી છે એટલે વ્યાજદર વધારાનું જોખમ ઉભુ રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધમાં સમાધાનના નિર્દેશો ઉપસ્યા છે તે વાસ્તવિક બનવાના સંજોગોમાં વિશ્ર્વસ્તરે શેરબજારોને ‘બુસ્ટ’ મળી શકે તેમ છે. શેરબજારમાં આજે મહીન્દ્ર, ઈન્ડુસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, હીરો મોટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસ્કોમાં ઉછાળો હતો.

ઈન્ફોસીસ, મારૂતી, ટીસીએસ, એચસીએલ ટેકનોમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 509 પોઈન્ટ ઉંચકાઈને 52780 હતો તે ઉંચામાં 52909 તથા નીચામાં 52447 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 154 પોઈન્ટ ઉંચકાઈને 15710 હતો તે ઉંચામાં 15749 તથા નીચામાં 15619 હતો.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!