Dark Mode
Tuesday, 15 July 2025
Logo banner

IND v/s SA, ચોથી T20: દ.આફ્રિકાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી, ભારત સતત ચોથો ટોસ હાર્યું; મેચ પહેલાં વરસાદી ઝાપટા પડ્યાં

IND v/s SA, ચોથી T20: દ.આફ્રિકાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી, ભારત સતત ચોથો ટોસ હાર્યું; મેચ પહેલાં વરસાદી ઝાપટા પડ્યાં

ભારત અને દ.આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. જેની પહેલી સતત 2 મેચ હાર્યા પછી ભારતીય ટીમે કમબેક કરી લીધું છે. ત્રીજી મેચમાં પંતની ટીમે શાનદાર જીત દાખવી હજુ સિરીઝમાં પોતાને જીવંત રાખ્યા છે. તેવામાં આજે શુક્રવારે રાજકોટમાં આયોજિત મેચ બંને ટીમ માટે ખરાખરીના જંગ સમાન રહેશે. જોકે મેચ શરૂ થાય એની પહેલા વરસાદ પડતા પિચને કવર્સથી ઢાંકી દેવામાં આવી હતી. જોકે અત્યારે વરસાદ બંધ થતા ટોસ થયો હતો. જેને તેમ્બા બઉમાએ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આફ્રિકા જો આ મેચ જીતી જશે તો સરળતાથી ભારતમાં સિરીઝ પોતાને નામ કરી દેશે. ત્યારે ટીમ ઈન્ડિયા 2-2થી સિરીઝ બરાબર કરવા મેદાનમાં ઉતરશે.

મેચ પહેલાં રાજકોટમાં વરસાદી ઝાપટા પડ્યા હતા
ભારતના ઓપનર્સ પાસે મહત્ત્વપૂર્ણ જવાબદારી: ઈન્ડિયન ટીમના ઓપનર્સ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન પાસેથી ઘણી આશા રહેશે. ત્રીજી મેચમાં જેવી રીતે તેણે પાર્ટનરશિપ નોંધાવી હતી, એને જોતા ભારતીય ટીમને એક સારી શરૂઆત મળી હતી. ઉલ્લેખનીય છે કે ચોથી મેચમાં ટોસ પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. જે ટીમ ટોસ જીતશે તે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરશે.

પાવરપ્લેમાં ભુવી અને અક્ષરની જોડી કમાલ કરી શકે
બોલિંગ દરમિયાન ભુવનેશ્વર કુમાર અને અક્ષર પટેલની જોડી પાસેથી વિકેટ લેવાની આશા વધી જશે.

પિચ રિપોર્ટ
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ પર હાઈસ્કોરિંગ મેચો અગાઉ રમાઈ છે. શરૂઆતમાં પેસરને મદદ મળી શકે છે. જોકે ત્યારપછી બેટિંગ માટે આ પિચ અનુકુળ સાબિત થઈ શકે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!